માતા પિતા દ્વારા કોઈ વખત રાખવામાં આવતી બેદરકારીની સજા બાળકને ભોગવવી પડે છે.. રમતા રમતા બાળક કઈ એવી વસ્તુ કરી બેસે છે જેના કારણે તેનું મોત પણ થઈ જાય છે. અનેક કિસ્સા આપણી સામે છે જેમાં બાળક સિક્કો ગળી ગયો હોય અથવા તો કઈ વસ્તુ ગળી ગયો હોય જેને કારણે તેને પોતાના જીવને ગુમાવવો પડે છે.. ત્યારે સુરતથી એક ભયાનક કિસ્સો સામે આવ્યો છે. સાતમા માળથી પટકાતા બે વર્ષના માસુમ બાળકનું મોત થઈ ગયું છે.
રમત રમતમાં બાળકો પોતાના જીવને જોખમમાં મૂકે છે..
બાળકો નાના હોય ત્યારે તેમની પર વધારે ધ્યાન રાખવું પડતું હોય છે.. નાના બાળકોને ખબર ના હોય કે કઈ વસ્તુ કરાય અને કઈ વસ્તુ ના કરાય. રમતા રમતા બાળક એવી જગ્યા પર પહોંચી જાય છે અને તેની સાથે દુર્ઘટના સર્જાઈ જાય છે તેવી ઘટનાઓ આપણી સામે છે. રમત રમતમાં બાળક પોતાના જીવન સાથે રમત કરી જાય છે.. સુરતથી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જે ઘટનાની વાત કરી રહ્યા છીએ તે ઘટના સુરતના પાલ વિસ્તારમાં પાલ શ્રીપદ સેલિબ્રેશન બિલ્ડીંગની છે જ્યાં બે વર્ષનું બાળક સાતમા માળેથી નીચે પટકાઈ જાય છે.. સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવે છે પંરતુ તેનું મોત થઈ જાય છે..
સાતમા માળેથી નીચે પટકાયો બાળક અને થઈ ગયું મોત
જે માહિતી સામે આવી છે તે મુજબ હાઉસકીપિંગનું કામ કરતી માતા પોતાના બાળક સાથે બિલ્ડીંગમાં આવે છે. માતા બાળકને પોતાની સાથે કામ પર લઈ ગઈ હતી.માતા સાતમા માળે કામ કરી રહી હતી અને બાળક ગેલેરીમાં રમી રહ્યું હતું.. અચાનક બાળક રેલિંગને ઓળંગી ગયો અને સાતમા માળેથી નીચે પટકાઈ ગયો. સારવાર અર્થે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તેનો જીવ બચી ના શક્યો. આ આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે વિચલીત કરી શકે તેમ છે. બાળકનું કરૂણ મોત થતાં શોકનો માહોલ છવાઈ ગયો છે..