વાવાઝોડાનું સંકટ નજીક આવતા ભોળેનાથને કરાઈ પ્રાર્થના! જૂના સોમનાથ મંદિરમાં બ્રાહ્મણોએ કરી વિશેષ પૂજા!


  • Published By :
  • Published Date : 2023-06-13 12:43:29

ગુજરાત પર બિપોરજોયનું સંકટ દિવસેને દિવસે વધી રહ્યું છે. વાવાઝોડાનું સંકટ દરિયાકિનારાઓ પર સૌથી વધારે તોળાઈ રહ્યું છે. સોમનાથથી પણ દરિયાના દ્રશ્યો સામે આવ્યા હતા જે ભયાનક હતા. દરિયો ગાંડો બન્યો હતો. ત્યારે સંકટમાંથી રાજ્યની રક્ષા થાય તે માટે સોમનાથ દાદાને પ્રાર્થના કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર ગીર સોમનાથનાં જૂના સોમનાથ મંદિર ખાતે પૂજા અર્ચના કરવામાં આવી હતી. મહાદેવ ભક્તો તેમજ રાજ્ય પર કૃપા કરે તે માટે 21 જેટલા બ્રાહ્મણો દ્વારા વિશેષ પૂજા કરવામાં આવી હતી.


સોમનાથ દાદાને કરાઈ પ્રાર્થના!   

કહેવાય છે કે દુ:ખમાં ભગવાન પહેલા યાદ આવતા હોય છે. ત્યારે ગુજરાત પર હાલ વાવાઝોડાનું મોટું સંકટ આવી રહ્યું છે. વાવાઝોડાને કારણે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. આ વાવાઝોડું વિનાશકારી સાબિત થશે તેવી આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાને પગલે હવામાનમાં પણ ફેરફાર આવ્યા છે. અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાની સૌથી વધારે અસર દરિયાકાંઠા વાળા વિસ્તારો પર જોવા મળી રહી છે. ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. ત્યારે ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ ટળી જાય તે માટે સોમનાથ દાદાની વિશેષ પૂજા કરવામાં આવી હતી. 21 બ્રાહ્મણો દ્વારા ભગવાનને રિઝવવા પાઠ કરવામાં આવ્યા હતા તે સિવાય જૂના સોમનાથ મંદિરમાં ભગવાન પર વિશેષ અભિષેક કરવામાં આવ્યો હતો.         

       

આજે નહીં ફરકાવવામાં આવે ધ્વજા!

વાવાઝોડાને ધ્યાનમાં દ્વારકા મંદિરમાં પણ આજે ધ્વજા નહીં ફરકાવામાં તેવા સમાચાર મળી રહ્યા છે. મહત્વનું છે કે દ્વારકામાં એક સાથે બે ધ્વજા ફરકી હતી. ત્યાંના લોકોને વિશ્વાસ છે કે દ્વારાધીશ આ સંકટનો અંત લાવશે.ગઈકાલે પણ ધારાસભ્યો દરિયા દેવની પૂજા કરતા દેખાયા હતા.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.