Nadiyadમાં ડોક્ટરનો તોડ કરનાર બે મહિલા પત્રકાર સામે થઈ પોલીસ ફરિયાદ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-03 16:38:48

કહેવામાં આવે છે કે લોકતંત્રના ચાર સ્તંભ છે શાસન, પ્રશાસન, ન્યાયતંત્ર અને મીડિયા. લોકતંત્રને જીવંત રાખવા ચારેય પોતાની રીતે પોતાનો ભાગ ભજવે છે અને લોકશાહીને ધબકતું રાખે છે. પણ અમુક બનાવો એવા સામે આવે છે જે ચારેયમાંથી કોઈ એક પર સવાલો ઉભા કરે છે. વાત આજે બે મહિલા પત્રકારની કહેવી છે જે પોતે પત્રકાર છે કહીને ડોક્ટરને દવાખાને આવી હતી અને ડોક્ટરને તું બોગસ ડોક્ટર છે કહીને દબાવવા લાગી હતી. ડોક્ટરે કહ્યું કે હું સાચો ડોક્ટર છું તો કહ્યું કે અમે તારા વિશે ખરાબ ખરાબ લખીશું બોલીશું અને તને બદનામ કરી દઈશું. છતાં પણ ડોક્ટર ડર્યા નહીં તો તેમના દવાખાને વિવિધ લોકો મોકલીને તેમને દબાણ કરવાનું શરું કરવામાં આવ્યું તો અંતે ડોક્ટરે કંટાળીને પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા અને તોડબાજ પત્રકારો સામે ફરિયાદ કરી દીધી અને હવે તે જેલ હવાલે છે.  


ક્લિનિક પર મહિલા પત્રકાર બનીને આવેલી મહિલાએ કહ્યું કે તમારી ડિગ્રી ખોટી છે!

સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરી તો ઘટના કંઈ એવી હતી કે રાહુલ ચાવડા કરીને નડિયાદમાં ડોક્ટર છે, જે ત્યાં જ રહે છે અને ત્યાં દવાખાનું ચલાવે છે. 24 જુલાઈના દિવસે બપોરે લગભગ બે વાગ્યા નજીક તેમની ક્લિકનિક પર ડોક્ટર અને તેમના કમ્પાઉન્ડર હાજર હતા. તે સમયે બે મહિલાઓ પત્રકાર છીએ એવું કહીને આવે છે અને ડોક્ટરને કહેવા લાગે છે કે તમે બોગસ ડોક્ટર છો. તમારી પાસે ડોક્ટરની જે ડિગ્રી છે એ ખોટી છે. જવાબમાં ડોક્ટરે કહ્યું હતું કે મેં બીએચએમએસ અને ડીએચએમસીનો અભ્યાસ મધ્યપ્રદેશની વિક્રમ યુનિવર્સિટીમાંથી કર્યો છે. ડોક્ટરે કહ્યું કે મારો રજિસ્ટ્રેશન નંબર આ છે અને દોઢ વર્ષથી દવાખાનું ચલાવું છું. 


પત્રકાર બનેલી મહિલાએ ડોક્ટર પાસેથી પડાવ્યા પૈસા!

તો પણ બે મહિલા પત્રકારોએ કહ્યું કે તમે બોગસ ડિગ્રી અને બોગસ રજિસ્ટ્રેશનથી દવાખાનું ચલાવો છો તો ડોક્ટરે પોતાનું નોંધણીનું પ્રમાણપત્ર દેખાડ્યું. બંને પત્રકાર મહિલાઓ ઓછી ન ઉતરી અને ડોક્ટરને દબાવા લાગી કે અમે તમને બદનામ કરી દઈશું. ડોક્ટર ડરી ગયા હતા તો તેમણે પોતાની પાસે હતા એ પચ્ચીસો રૂપિયા આપી દીધા અને પારૂલ પટેલ અને શબનમ મલેક નામની પત્રકાર મહિલાઓને જવા કહ્યું. બંને મહિલા ડોક્ટર પાસેથી રૂપિયા લઈને જતી રહી. 


વધારે પૈસા ઉઘરાવા ડોક્ટરને ત્યાં મોકલ્યા માણસો

ડોક્ટરને એમ કે ચાલો સારું થયું પણ એવું ન થયું. ઈન્ડિયા ન્યૂઝ ગુજરાતી નામની ચેનલમાં કામ કરું છું કહીને જે બે મહિલા પત્રકાર ડોક્ટર પાસે આવી હતી તેણે પોતાના માણસો મોકલવાનું શરૂ કર્યું અને ડોક્ટરને હેરાન કરવાનું શરુ કર્યું. તેમણે સલીમ મલેક નામના વ્યક્તિને ડોક્ટર પાસે મોકલ્યા અને કહ્યું કે બાકીના રૂપિયા આપો પણ ડોક્ટરે કહ્યું કે હું કોઈ રૂપિયા નથી આપવાનો. 


ડોક્ટરે અંતે પોલીસ સ્ટેશનમાં મહિલાઓ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ 

અંતે પારૂલ પટેલે ડોક્ટરને ફોન કર્યો અને ધમકાવવાનું શરૂ કર્યું કે રૂપિયા આપ બાકી તને બદનામ કરી દઈશું. તારા વીશે ખોટા સમાચાર ચલાવીશું અને તારી કારકિર્દી ખતમ કરી નાખીશું. અંતે ડોક્ટર ચકલાસી પોલીસ સ્ટેશન ગયા અને પારુલ રિમ્પુભાઈ પટેલ, શબનમ સાજીદભાઈ મલેક અને સરફરાજ ઉર્ફે સલીમ મલેક સામે પોલીસ ફરિયાદ નોંધાવી દીધી. પોલીસે ત્રણેય તોડબાજ લોકો સામે કલમ 384, કલમ 504 અને કલમ 114 હેઠળ ફરિયાદ નોંધી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?