આજકાલની લાઈફ સ્ટ્રેસ ફુલ લાઈફ થઈ ગઈ છે. જે જગ્યાઓ પર કામ કરતા હોઈએ છીએ ત્યાંના વાતાવરણની સીધી અસર આપણા પર્સનલ લાઈફ પર પડતી હોય છે. પ્રોફેશનલ લાઈફમાં સ્ટ્રેસ ઓછો થાય તે માટે અનેક કંપનીઓ દ્વારા અલગ અલગ પદ્ધતિઓે, અલગ અલગ રીત અપનાવાતી હોય છે. કંપનીમાં ફોર્મલ કપડાની જગ્યાએ કેશ્યુલ કપડા પહેરવાની પરવાનગી આપવામાં આવી છે. મેડમ તેમજ સર જેવા શબ્દોનો પ્રયોગ કરવાનો બંધ કરી દેવામાં આવ્યો છે. લોકોને સ્ટ્રેસ ન રહે તે માટેના તમામ પ્રયત્નો કરાઈ રહ્યા છે પ્રાઈવેટ કંપનીઓમાં. પરંતુ સરકારી ઓફિસોમાં આ પદ્ધતિ અપનાવવામાં આવી નથી. સરકારી નોકરી મેળવી માણસ જીવનભર સ્ટ્રેસ ફ્રી રહે છે. તમે કામ કરો કે ન કરો તમને પગાર તો મળવાનો જ છે ને, તેવી માનસિક્તા મુખ્યત્વે સરકારી કર્મચારીઓમાં જોવા મળતી હોય છે.
ઓફિસમાં બંડી અને ચડ્ડી પહેરીને બેઠા હતા અખિલેશ!
સરકારી અધિકારીઓ પોતાની ડ્યુટી દરમિયાન અલગ જ કમ્ફર્ટ જોનમાં જોવા મળતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં એક વ્યક્તિે તો કમ્ફર્ટ જોનની દરેક રેખાને પાર કરી દીધી છે. વર્કિંગ અવર્સ દરમિયાન બંડી અને ચડ્ડીમાં દેખાયા હતા અખિલેશ બાબુ. જે ફોટા વાયરલ થઈ રહ્યા છે તેમાં તે ઓફિસમાં કામ કરતા દેખાઈ રહ્યા છે. ફોટામાં ખુર્શી પર બેસી જાણે ફોટા માટે પોઝ આપતા હોય તેવું લાગે છે. મળતી માહિતી અનુસાર આ ફોટો 1 જુલાઈનો છે અને સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ 20 જુલાઈના રોજ થયો. આ ફોટા અંગે જે માહિતી મળી છે તે અનુસાર આ ફોટો ઉત્તર પ્રદેશના હમીરપુર વિસ્તારની છે. અખિલેશ માત્ર કોલેજના સ્ટોનિયો જ નથી, તેમની પાસે ઓફિસ સુપ્રિટેન્ડેન્ટનો ચાર્જ પણ છે.
ફોટો વાયરલ થતાં કાર્યવાહી કરવા અપાયો આદેશ
ફોટો વાયરલ થતા જ આ અંગે ઉચ્ચ અધિકારીને જાણ થઈ. બંડી તેમજ ચડ્ડી વાળો ફોટો વાયરલ થતાં હમીરપુરના ડીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને તે અંતર્ગત પ્રિંસિપલને પત્ર લખ્યો અને જવાબ માગ્યો. ઉપરાંત કાર્યવાહી કરવાની વાત કહી. વધુમાં આ કેસને લઈ જે માહિતી મળી તે મુજબ પ્રિંસિપલે જવાબ આપ્યો પરંતુ તે પણ ચોંકાવનારો હતો. જવાબમાં પ્રિંસિપલે કહ્યું કે આ ફોટો 1 જુલાઈની છે જ્યારે તેમણે કાર્યભાર 3 જુલાઈએ સંભાળ્યો હતો. એટલે આ ઘટના અંગે તેમને કોઈ જાણકારી નથી. આ મામલે તપાસ કરવા કમિટીની રચના કરવામાં આવશે. અને આગળ કાર્યવાહી કરાશે. આ ફોટા અંગે જ્યારે અખિલેશને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તે વરસાદમાં તેમના કપડા ભીના થઈ ગયા હતા.
ગુજરાતમાં પણ શિક્ષણની કથળતી જઈ રહી છે પરિસ્થિતિ
મહત્વનું છે કે ગુજરાતમાં વિદ્યાર્થીઓને મળતા શિક્ષણ અંગે અનેક વખત વાતો કરવામાં આવતી હોય છે. શાળાના અનેક ઉદાહરણો આપવામાં આવતા હોય છે. શિક્ષકોની ઘટ છે, સ્કૂલની બિલ્ડીંગ જર્જરિત છે તેવી વાતો હંમેશા બતાવવામાં આવતી હોય છે. ત્ચારે શિક્ષણની કથળતી પરિસ્થિતિ ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશભરમાં હોય તેવું લાગી રહ્યું છે. જેટલી પણ બૂમો પાડી લો સારું શિક્ષણ આપવા માટે, પરંતુ બૂમો પાડવાથી કંઈ જ ઉખડી નથી જવાનું એ અમને ખબર છે. પરંતુ તો પણ અમે બતાવીશું, કારણ કે આજે નહીં તો કાલે શિક્ષણ વિભાગ માટે ઉઠાવવામાં આવેલો અવાજ અસર કરશે તેવી આશા અમે રાખી રહ્યા છીએ.