થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈ-મેઈલ દ્વારા મારી નાખવાની ધમકી મળી હતી. જેને લઈ આ ઈ-મેઈલ કોણે મોકલ્યો છે તેની તપાસ કરવામાં આવી રહી હતી. જેને લઈ શનિવાર રાત્રે પોલીસે એન્જિનિયરિંગ ડ્રોપઆઉટ અમન સક્સેનાની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસની ટીમ આ તમામને શોધી રહી હતી અને અંતે પૂછપરછ બાદ આ યુવકની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત એટીએસની ટીમે શનિવાર રાત્રે બદાયું જિલ્લામાં તપાસ કરી અને આદર્શ નગર મહોલ્લામાં રહેતા વ્યક્તિની ધરપકડ કરી લીધી. એવું માનવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિએ જ પ્રધાનમંત્રી કાર્યાલયમાં વડાપ્રધાન મોદીને મારી નાખવાનો ઈમેલ મોકલ્યો હતો. આ ષડયંત્રમાં ત્રણ વ્યક્તિઓ હતા જેમાં ગુજરાતની એક મહિલા અને દિલ્હીના એક પૂરુષનો સમાવેશ થાય છે. અમન સક્સેનાની ધરપકડ બાદ પોલીસ આ અંગે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.