PUBG રમતા-રમતા ભારતીય યુવક પર આવી ગયું પાકિસ્તાની મહિલાનું દિલ, પછી જે થયું તે વાંચીને તમે ચોંકી જશો!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-05 14:04:21

હમણા થોડા સમય પહેલા ગદર એક પ્રેમ કથા પાર્ટ ટુ રીલીઝ થયું જેણે અનેક લોકોને એ સમયમાં મૂકી દીધા જ્યારે રેડિયોમાં ગીત વાગતા હતા કે ઉડજા કાલે કાંવા તેરે મુવિચ ખંડ પાવા... એ ફિલ્મમાં સની દેઓલ પોતાની પત્નીને પામવા પાકિસ્તાન પહોંચી ગયા હતા અને હેન્ડપંપ ઉખાડીને બધાને ડરાવી દીધા હતા. એવો જ કિસ્સો આપણે ત્યાં જોવા મળ્યું છે પણ આમાં મહિલા પાકિસ્તાનની છે અને યુવક આપણો ભારતીય છે. યુવતી યુવકના પ્રેમમાં એટલી ઘેલી થઈ ગઈ હતી કે પાકિસ્તાનથી પોતાના ચારેય છોકરાઓને લઈને ભારત આવી ગઈ. 


પાકિસ્તાની મહિલા ભારતના યુવકના પ્રેમમાં પડી 

તમે પબજી ગેમનું નામ તો સાંભળ્યું જ હશે. 2019માં એવો સમય હતો કે આખું ગામ બસ પબજી જ રમતું હતું. જ્યાં જોઈએ ત્યાં પબજીની ચર્ચાઓ ચાલતી હતી. કોરોનામાં તે પબજી કેટલાય લોકોના ટાઈમ પાસનો સહારો બની. પણ તે જ પબજી રમતા રમતા પાકિસ્તાનના મહિલાને ભારતના યુવક સાથે પ્રેમ થયો અને તે પોતાના પતિને છોડીને ચાર છોકરાઓ સાથે ભારત આવી ગઈ છે. પણ નોયડા પોલીસે હરિયાણાના બલ્લભગઢથી મહિલાની ધરપકડ કરી લીધી છે. અફસોસ પ્રેમ કહાની બનતા પહેલા જ તૂટી ગઈ. 


સચિનના પ્રેમમાં પડેલી યુવતી બાળકો સાથે ભારત આવી પહોંચી 

મહિલાની વાત કરીએ તો તે પાકિસ્તાનના ખૈરપુર સિંધ પ્રાન્તની રહેવાસી છે. તે કરાંચીમાં રહેતી હતી. થયું એવું કે 2020માં લોકડાઉન હતું ત્યારે મહિલાના પતિ સાઉદી અરબમાં કામ કરવા માટે ગયા હતા. એ દરમિયાન મહિલા ફ્રી હતી તો તેણે પબજી રમવાનું શરુ કર્યું અને પબજી રમતા રમતા સચિન નામના ભારતીય વ્યક્તિના સંપર્કમાં આવી. મહિલા મનોમન સચિનના પ્રેમમાં ડૂબી ગઈ હતી તો તેણે ભારત આવવાનો પ્રયાસ શરૂ કર્યો. ઓનલાઈન ખંગોળતા ખબર પડી કે નેપાળ થઈને ભારત આવી શકાશે. સીમા અને સચિન કાઠમાંડુ પહોંચ્યા અને ત્યાં સાત દિવસ સાથે રહ્યા.. સીમાને સચીન પસંદ આવી ગયો હતો, આ દરમિયાન સીમા મન બનાવી ચૂકી હતી કે સચીન સાથે ભારતમાં શિફ્ટ થઈ જવું છે. આવું વિચારી તે પોતાના ચારેય બાળકોને લઈને નેપાળનો વિઝા લઈને કાઠમાંડુ પહોંચી ગઈ.. 


અનેક દિવસો સુધી પતિ પત્ની તરીકે જોડે રહ્યા

નેપાળથી બસ પકડીને તે દિલ્લી પહોંચી. દિલ્લીથી યમુના એક્સપ્રેસ પકડી અને રબુપુરાના ફલૈદા કટ ગામે પહોંચી, જ્યાં સીમા અને સચીન આંબેડકર નગરમાં રહેવા લાગ્યા હતા. છેલ્લા પચાસેક દિવસથી સીમા અને સચીન પતિ પત્ની બનીને રહેતા હતા. લોકોને અનેકવાર શક થયો કે કંઈક તો ગરબડ છે, કારણ કે સીમાની ભાષા એકદમ અલગ હતી. એકવાર તો પાડોશીએ સચીનને પૂછી લીધું કે ભાભી ક્યાંના છે તો સચીન ગભરાઈ ગયો અને કહ્યું જમ્મુ કાશ્મીરથી લાવ્યો છું, હમણા જ લગ્ન કર્યા છે. લોકોને આમ તો શક ઘણીવાર થયો પણ કોઈ સબૂત વગર તો પોલીસને કેમ કહી દે..


બકરી ઈદના દિવસે ખુલ્યો રાઝ

રાઝ આખરે બકરી ઈદના દિવસે ખુલો પડ્યો. બકરી ઈદના દિવસે થયું એમ કે ઘર એકદમ સજી ગયું હતું. ચારેય છોકરાઓએ નવા નવા કપડા પહેર્યા હતા.. લોકોને થયું કંઈક તો ગરબડ છે. કારણ કે સચિન હિન્દુ છે તો બકરી ઈદના દિવસે ઘરમાં રોનક કેમ છે. લોકોએ પોલીસને જાણ કરી દીધી કે સાહેબ કંઈક તો લોચો છે. પણ ખબર નહીં સચિનને આ વાતની ખબર પડી ગઈ કે પોલીસ આવી રહી છે તો તે સીમા અને ચારેય છોકરાને લઈને ભાગી ગયો. પણ પોલીસે સચીન, સચીનના પપ્પા, સીમા અને તેમના ચારેય છોકરાને પકડી લીધા છે..


પોલીસે શરૂ કરી તપાસ 

પોલીસ હવે સીમાની તપાસ કરી રહી છે..  કહેવામાં આવી રહ્યું છે કે સીમાનો ભાઈ આર્મીમાં છે. સીમા પાસેથી 2 વીડિયો કેસેટ, ચાર મોબાઈલ, 1 સીમ, એક તૂટેલો મોબાઈલ, 3 આધારકાર્ડ, 6 પાસપોર્ટ અને 5 વેક્સીન કાર્ડ મળ્યા છે. આ બધી વસ્તુ પોલીસે લઈ લીધા છે. તમામ દસ્તાવેજની વહીવટી તપાસ કરવામાં આવશે અને ફોરેન્સીક તપાસ પણ કરવામાં આવશે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?