કુસ્તીબાજ Vs બ્રિજભૂષણ કેસમાં નવો વળાંક! નાબાલિક કુસ્તીબાજના પિતાનું નિવેદન‘બ્રિજભૂષણ સિંહ સાથે બદલો લેવા ખોટી ફરિયાદ નોંધાવી’


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-09 10:00:04

ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પર મહિલા કુસ્તીબાજોએ યૌન શોષણના આરોપો લગાવ્યા છે. જે મહિલા કુસ્તીબાજોએ આરોપ લગાવ્યો છે તેમાં નાબાલિક કુસ્તીબાજનો પણ સમાવેશ થાય છે. જેને લઈ POSCO એક્ટ મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પહેલા પણ એવી ચર્ચાઓ ચાલતી હતી કે જે મહિલા પહેલવાન નાબાલિક છે તે કહીને POSCO એક્ટ મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે તે કુસ્તીબાજ પુખ્ત વયની છે. આ બધા વચ્ચે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. ન્યુઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા કુસ્તીબાજના પિતાએ કહ્યું કે તેમણે બ્રિજભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીની ખોટી ફરિયાદ નોંધાવી છે. પીડિતાના પિતાએ કહ્યું કે તેમની દીકરી સાથે અન્યાય થયો હતો જેનો બદલો લેવા તેમણે આવું કર્યું હતું.

  

બેઠક બાદ નોકરી પર પરત ફર્યા હતા કુસ્તીબાજ! 

કુસ્તીબાજો બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ ઘણા સમયથી પ્રદર્શન કરી રહ્યા છે. પહેલા દિલ્હીના જંતર મંતર ખાતે ધરણા કરી રહ્યા હતા. પરંતુ સમય જતા તેમણે જંતર મંતર પર ધરણા સમાપ્ત કરી દીધા હતા. તે બાદ આ મામલે ઘણા અપડેટ આવ્યા જેમાં કુસ્તીબાજોને ઘણા લોકો, સંગઠનનું સમર્થન મળ્યું. ગંગામાં પોતાના મેડલને વહાવાની વાત કરી પરંતુ છેલ્લા સમયે નિર્ણયને બદલી દીધો હતો. તે બાદ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. બેઠકના થોડા દિવસો બાદ સમાચાર આવ્યા કે કુસ્તીબાજો પોતાની નોકરી પર પરત ફરી રહ્યા છે. અફવા પણ ઉડી કે આંદોલન સમાપ્ત થઈ ગયું. પરંતુ કુસ્તીબાજોએ આ મામલે ખુલાસો કર્યો કે આંદોલન ચાલુ છે. અને જો નોકરી આંદોલનમાં અડચણ રૂપ બનશે તો તે પણ છોડી દેવા તૈયાર છે.


15 જૂન બાદ કુસ્તીબાજો શું કરશે તેની પર સૌ કોઈની નજર?

આ બાદ કેન્દ્ર સરકારે વાતચીત કરવા આમંત્રણ આપ્યું. કુસ્તીબાજો સાથે અનેક કલાકો સુધી અનુરાગ ઠાકુરે બેઠક કરી જે બાદ 15 જૂન સુધી ધરણા રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી. આ બધા વચ્ચે ઘણા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જે નાબાલિક કુસ્તીબાજે યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો તેના પિતા પોતાના નિવેદન પરથી ફરી ગયા છે. નાબાલિક પિતાએ નિવેદન આપ્યું કે તેમણે જાણી જોઈને ખોટો કેસ દાખલ કર્યો. તેમની દીકરી સાથે અન્યાય થયો હતો તેનો બદલો લેવા આ કેસ કર્યો છે તેવું નિવેદન નાબાલિગ કુસ્તીબાજના પિતાએ આપ્યું છે. આ સમાચાર સામે આવતા આ કેસમાં નવો વળાંક આવ્યો છે. ત્યારે જોવું એ રહ્યું કે નાબાલિક કુસ્તીબાજના પિતાના આ નિવેદનથી પહેલવોના પ્રદર્શન પર કોઈ અસર થશે કે નહી? મામલો 15 જૂન સુધી તો શાંત કરવામાં સરકારને સફળતા મળી છે ત્યારે શું આગળ પહેલવાનો પ્રદર્શન ચાલુ રાખશે કે નહીં તે જોવું રહ્યું.           



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..