હવામાનની આગાહી મુજબ રાજ્યના અમુક જિલ્લાઓમાં હજી જામશે વરસાદનો માહોલ.
ઓક્ટોમ્બર સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ રહવાની શક્યતા રહેશે ..
હાલ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. હાલ ઋતુ બેવડી છે બપોરે ગરમી અને રાત્રે ઠંડકનો અહેસાસ થશે. આંધ્રપ્રદેશ પર સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે.' હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 15 ઓક્ટોબર સુધી કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા રહેલી છે.
આગામી થોડા દિવસ વરસાદનો માહોલ રહશે !!!!
આ સિવાય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ફરીથી વરસાદનો માહોલ જામશે. હાલ ડાંગના પાકમાં નુકશાન થઈ રહ્યું છે. હવામનની આગાહી મુજબ હજુ 4 દિવસ હળવો વરસાદ થઈ શકે છે.
ગઈ કાલે રાજ્યમાં વરસાદનો માહોલ હતો.
ગઈકાલે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજ મન મૂકીને વરસ્યા હતા. ગઈ કાલે રાજકોટ,
અમદાવાદ, નર્મદા, અરવલ્લીમાં વધુ વરસાદ પડ્યો હતો