દિવ્ય દરબારને લઈ છેડાયો નવો વિવાદ! બેસવા માટે રાખેલી ખુરશીઓને પ્રસાદ ગણાવી વેચવાનો કરાયો પ્રયાસ! વેચવા માટે લગાવાયા પોસ્ટર!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-02 11:41:21

ગઈકાલે બાગેશ્વર ધામના ઘીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રાજકોટ ખાતે યોજાયો હતો. મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના રેસકોર્સ મેદાનમાં દિવ્ય દરબાર હતો. વહેલી સવારથી લોકોની ભીડ ત્યાં જોવા મળી હતી. દરબારને લઈ અનેક વિવાદો આપણી સામે આવ્યા છે. ત્યારે રાજકોટથી પણ તદ્દન નવો વિવાદ સામે આવ્યો છે. રાજકોટમાં શાસ્ત્રીના દરબાર બાદ ભક્તોને ખુરશીની પ્રસાદી આપવામાં  આવી હતી. ખુરશીના ભાવતાલ વાળા બેનરો લાગ્યા હતા.  

350 અને 450 રૂપિયામાં ખુરશી પ્રસાદના બેનર લાગ્યા, બાલાજીનો આશીર્વાદ ગણાવ્યો! - Divya Bhaskar


350 અને 450ની વેચવામાં આવી ખુરશી! 

જ્યારે કોઈ પણ કાર્યક્રમ દરમિયાન ખુરશીઓ તેમજ સોફા મૂકવામાં આવતા હોય છે તેને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેને હટાવી લેવામાં  આવતા હોય છે. સામાન્ય રીતે આપણે આવી જ વ્યવસ્થા જોઈ છે. પરંતુ ગઈકાલે જ્યાં બાબાનો દરબાર લાગ્યો હતો ત્યાં અલગ જ વ્યવસ્થા જોવા મળી હતી. ખુરશીને પ્રસાદ તરીકે વેચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મોટા પ્રમાણમાં ખુરશીઓ લાવવામાં આવી હતી. ગેટ નજીક જ બેનરો લગાવવામાં  આવ્યા હતા જેમાં લખવામાં આવ્યપં હતું કે પ્રસાદ અને નીચે રુ. 350 અને રુ. 450 મોટા અક્ષરે લખવામાં આવ્યું હતું. 


પ્રસાદના નામે ખુરશી વેચવાનો પ્રયાસ!

ઉલ્લેખનિય છે કે રાજકારણ સાથે સંકળાયેલા નેતાઓને ખુરશીનો મોહ હોય છે. ખુરશી મેળવવા અનેક પ્રયત્નો કરવામાં આવે છે. પરંતુ હવે તો આસ્થાના નામે ખુરશી વેચવાનું શરૂ કરી દેવાયું હોય તેવું આ ઘટના બાદ લાગી રહ્યું છે. દિવ્ય દરબારમાં પ્રસાદના નામે લોકોને ખુરશી આપવામાં આવી રહી છે. ખુરશી માટે બે ભાવ ફિક્સ કરાયા છે એક 350ની અને એક 450ની. દરબારમાં પ્રસાદના નામે ખુરશી વેચવાનો આયોજકોનો પ્રયાસ હાસ્યાસ્પદ બની રહ્યો છે.   


દિવ્ય દરબારમાં જોવા મળી વિજય રૂપાણીની હાજરી!  

રાજકોટ ખાતે આયોજીત દિવ્ય દરબારમાં લાખો લોકો ઉપસ્થિત હતા. લોકોનો મેળાવડો તો જોવા મળ્યો હતો પરંતુ અનેક રાજનેતાઓ પણ હાજર રહ્યા હતા. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. વિજય રુપાણીએ કહ્યું કે હિન્દુ ધર્મની એકતા માટે દિવ્ય દરબાર મહત્વનો બની રહેશે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?