પોલીસનો નવતર અભિગમ, ચાર રસ્તા પર લોકોને ગરમીથી રાહત મળે તે માટે લગાવાઈ મેટ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-05-24 14:56:21

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે.. કાળઝાળ ગરમીથી લોકોને રક્ષણ મળે તે માટે અમદાવાદના ચાર રસ્તાઓ પર મેટ લગાવવામાં આવી છે... ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા શહેરીજનોને આંશિક રાહત મળે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે.. પોલીસની આ કામગીરીને શહેરીજનોએ બિરદાવી છે.. કમેન્ટમાં અનેક લોકોએ લખ્યું છે સિગ્નલનો ટાઈમ થોડો ઘટાડવો જોઈએ..તો કોઈએ જગ્યા સજેસ્ટ કરી છે કે આ જગ્યા પર વધારે ટ્રાફિક હોય છે.. 

અમદાવાદમાં જાહેર કરવામાં આવ્યું છે રેડ એલર્ટ

અમદાવાદમાં કાળઝાળ ગરમી પડી રહી છે... તાપમાન 47 નજીક પહોંચવા આવ્યું છે. આગામી દિવસોમાં તાપમાન હજી વધારે વધશે તેવું અનુમાન છે. અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે.. લોકોને ગરમીથી રક્ષણ મળે તે માટે અનેક ઉપાયો કરવામાં આવી રહ્યા છે. બપોરના સમયે જ્યારે લોકો રસ્તા પર વાહન લઈને જતા હોય અને સિગ્નલ બંધ હોય ત્યારે ગરમીમાં ઉભા રહેવું પડતું હોય છે. 



અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા શેર કરવામાં આવ્યો વીડિયો 

વૃક્ષો તો બહુ છે નહીં કે જેના છાંયડામાં આપણે ઉભા રહીએ ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા એક સારો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા ચાર રસ્તાઓ પર મેટ બાંધવામાં આવ્યા છે જેને કારણે લોકોને ગરમીથી રાહત મળે. અમદાવાદ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર આનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે... 


અનેક જગ્યાઓ માટે જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ

મહત્વનું છે પોલીસની કામગીરી પર અનેક વખત સવાલો થાય છે. અનેક વીડિયો સામે આવતા હોય છે જેમાં પોલીસ દ્વારા જાણે દાદાગીરી કરવામાં આવતી હોય તેવું લાગે છે. આશા રાખીએ કે આવી વ્યવસ્થા અનેક ચાર રસ્તાઓ પર કરવામાં આવે.. તાપમાનની વાત કરીએ તો એનેક જિલ્લાઓ માટે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કામ વગર ઘરની બહાર ના નિકળવું જોઈએ તેવી અપીલ કરવામાં આવે છે. મહત્વનું છે કે તાપમાનનો પારો હજી પણ વધી શકે છે તેવી હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે.   




ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.