હુમલા થવાની ઘટનાઓના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. સામાન્ય બાબતને લઈ લોકો જીવલેણ હુમલા કરી રહ્યા છે. કોઈ તલવારથી વાર કરે છે તો કોઈ ગોળીથી વાર કરે છે. પરંતુ આદિવાસી વિસ્તારોમાં આજે પણ તીર કામઠાથી હુમલો કરવામાં આવી રહ્યો છે તેવો કિસ્સો છોટાઉદેપુરથી સામે આવ્યો છે. જેમાં પડોશીએ તીર દ્વારા દિલીપભાઈ નામના વ્યક્તિ પર હુમલો કર્યો છે. આજે પણ આદિવાસી લોકો તીર કામઠાનો ઉપયોગ કરી રહ્યા છે.
તીર વડે કરાયો પાડોશી પર હુમલો
એક તરફ સરકાર દ્વારા સુરક્ષાની વાતો કરવામાં આવી રહી છે તો બીજી તરફ હુમલા થવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. નાની નાની વાતોમાં લોકો હુમલો કરી જીવ લઈ રહ્યા છે. હુમલાવરો કોઈ વખત ચપ્પાના ઘા મારે તો કોઈ વખત બંદૂકના સહારે હુમલો કરવામાં આવતો હોય છે. પરંતુ આદિવાસી વિસ્તારોમાં આજે પણ તીર કામઠાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આદિવાસીઓ પર હુમલા થવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે એક ઘટના સામે આવી છે જેમાં પડોશીએ જ પોતાના પડોશી પર ધનુષ તીર વડે હુમલો કરવામાં આવ્યો છે.
તીર વાગતા મગજના ભાગે પહોંચી ઈજા
આ ઘટના 9 માર્ચના રોજ બની હતી. છોટાઉદેપુરમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ રહે છે. ત્યારે કવાંટ પાસે આવેલા ઉગલીયા ગામમાં પડોશીએ પડોશી પર તીર ધનુષ વડે હુમલો થયો છે તેવી ઘટના સામે આવી છે. આ ઘટના 9 માર્ચે બની હતી. તીરના હુમલાને કારણે તીર તેમના કપાળના ભાગે વાગી ગયું હતું. આંખને પણ ગંભીર ઈજા પહોંચી હતી અને તીરને કારણે મગજમાં ઈજા પહોંચી હતી. સદનસીબે યુવકને બચાવી લેવામાં આવ્યો છે.