અમદાવાદના વસ્ત્રાપુરમાં બન્યો હત્યાનો બનાવ, ખાટલા પર સૂતા શ્રમિક પર પાવડા વડે અજાણ્યા વ્યક્તિએ કર્યો હુમલો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-08 14:54:12

ગુજરાતમાં તેમજ અમદાવાદમાં હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં પણ હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. ગઈ કાલે કાલુપુરથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં તલવાર તેમજ ચપ્પુના ઘા થી હુમલો કરી એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારે બીજી એક હત્યાનો બનાવ વસ્ત્રાપુરથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર ખાટલા પર સુતેલા દાહોદના મજૂર પર તીક્ષણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે. મજૂરના માથા પર અને ગળાના ભાગે ઉપરાછાપરી 11 ઘા મારતા ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું.  


11 વખત તીક્ષ્ણ હથિયાર વડે કરાયો હુમલો 

અમદાવાદમાં હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. વધતા હત્યાના બનાવ વચ્ચે વસ્ત્રાપુરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં મજૂરીકામ અને ચોકીદારીનું કામ કરતા વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યો છે. આ હુમલો ચપ્પા કે તલવારથી નહીં પરંતુ પાવડાથી કરવામાં આવ્યો હતો. હુમલાવરે  માથા પર અને ગળાના ભાગે ઉપરાછાપરી 11 ઘા માર્યા હતા. જેને કારણે ઘટનાસ્થળે જ યુવકનું મોત થઈ ગયું હતું. 


ઘટનાના સીસીટીવી આવ્યા સામે 

આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. તે મૂજબ વસ્ત્રાપુર તળાવમાં રિટર્નિંગ દીવાલ બનાવાનું કામ ચાલી રહ્યું હતું. 10 લોકો આ કામ કરી રહ્યા હતા. ત્યારે ગઈકાલે રાતના 9 વાગ્યાની આસપાસ તળાવ પાસેથી ખાટલા પરથી મજૂરની લાશ મળી આવી હતી. પોલીસને જાણ કરતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. સીસીટીવીના આધારે પોલીસ તપાસ કરી રહી છે જે મુજબ એક અજાણી વ્યક્તિ ખાટલા પર સૂતેલા મજૂરને બાજુમાં પડેલો પાવડો લઈને ઘા કરી રહ્યો છે. માથા તેમજ ગળાના ભાગમાં 11 ઘા માર્યા હતા. જેને લઈ ઘટનાસ્થળ પર જ મજૂરનું મોત થઈ ગયું હતું. ઘટનાને અંજામ આપી શાંતિથી હત્યારો જતો પણ જોવા પણ મળી રહ્યો છે.   




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...