અમદાવાદમાં ખેલાયો ખૂની ખેલ! જમવા બાબતે ટોકતાં રખાયેલી અદાવતમાં કરાયો તલવાર-છરીના ઘા વડે હુમલો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-07 11:10:46

અમદાવાદમાં દિવસેને દિવસે કાયદો વ્યવસ્થા કથળી રહી છે. ધોળા દિવસે કાલુપુરમાં હત્યાનો બનાવ બન્યો છે. ભરબજારમાં યુવકને તલવાર - છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો છે. આ ઘટનાની પ્રાથમિક માહિતી અનુસાર લગ્ન પ્રસંગમાં જમવા અંગે બોલાચાલી થઈ હતી. જમવાની બાબતમાં ટોકવામાં આવતા આરોપીએ હુમલો કર્યો હોવાનું માનવામાં આવે છે.     


બોલચાલીએ લીધું ઉગ્ર સ્વરૂપ  

અમદાવાદ શહેરમાં ફરી એક વખત હત્યાનો બનાવ બન્યો છે. લગ્નમાં જમાવાની બાબતને લઈ થયેલા બોલાચાલીની અદાવત રાખીને તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. વટવા સૈયદવાડી વિસ્તારમાં રહેતા સાબાન હુસેન ઉર્ફે સાબાનઅલી મોમીન નામના યુવકને લગ્ન પ્રસંગમાં જમવાની લાઈનમાં આપવાની વાત કરવામાં આવી હતી. આ બાબતે બોલાચાલી થઈ.     


સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે 

રીક્ષામાં ત્રણ શખ્સ જઈ રહ્યા હતા તે દરમિયાન પાછળ આવી રહેલી રીક્ષાએ તેની ઓવરટેક કરવાની કોશિશ કરી. જેથી રીક્ષામાં બેઠેલા ત્રણેય લોકો ભાગ્યા. તેમનો પીછો આરોપી સાદિક હુસેન સહિત એક વ્યક્તિ પણ ભાગ્યા. અને ભેગા મળી તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો. સબાનઅલીને વીએસ હોસ્પિટલ લઈ જવાયો હતો. સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું. મહત્વની વાતએ છે કે થોડા અંતરમાં જ પોલીસ સ્ટેશન આવેલું છે. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. આ સમગ્ર હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?