સંસદમાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. સત્તા પક્ષ વિપક્ષ પર શાબ્દિક હુમલો કરે છે તો વિપક્ષ સત્તા પક્ષ પર હુમલો કરે છે. છેલ્લા ત્રણ દિવસથી પીએમ મોદી સંસદમાં ભાષણ આપે છે. લોકસભામાં જ્યારે પીએમ મોદીએ સંબોધન કર્યું હતું જ્યારે કેટલી સીટો મળશે તેવી વાત કરી હતી જ્યારે ગઈકાલે જ્યારે રાજ્યસભામાં પીએમ મોદીએ સંબોધન કર્યું હતું ત્યારે પીએમ મોદીએ કોંગ્રેસને આડેહાથ લીધી હતી. કોંગ્રેસ પર અનેક પ્રહારો કર્યા હતા પરંતુ આજે જ્યારે પીએમ મોદી રાજ્યસભામાં બોલ્યા ત્યારે તેમણે દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડો, મનમોહનસિંહને યાદ કર્યા હતા. ડો. મનમોહન સિંહના કામોની પ્રશંસા કરી હતી.
ડો.મનમોહન સિંહને પીએમ મોદીએ કર્યા યાદ
રાજ્યસભામાં આજે અનેક સાંસદોની વિદાય થવાની છે. રાજ્યસભામાં આજે પીએમ મોદીએ સંબોધન કર્યું હતું. કોંગ્રેસ પર પ્રહાર તો કર્યા પરંતુ સાથે સાથે તેમણે મનમોહનસિંહને યાદ પણ કર્યા હતા. મનમોહનસિંહની પણ આજે સંસદમાંથી વિદાય હતી. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં પૂર્વપીએમ દ્વારા કરવામાં આવેલા કાર્યોના વખાણ કર્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે મનમોહન સિંહ લોકતંત્રને તાકાત આપે છે. મહત્વનું છે સંસદમાં ડો.મનમોહનસિંહ વ્હીલચેર પર બેસી પોતાનો વોટ આપવા આવ્યા હતા.