દિલ્હીમાં સગીરાની થઈ નિર્મમ હત્યા, ચપ્પુના ઘા મારી કરી ઘાયલ બાદમાં પથ્થર મારીને માથું છૂંદી દીધું! આસપાસના લોકો જોતા રહ્યા તમાશો!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-29 15:56:38

દેશના અનેક રાજ્યોમાંથી છોકરીઓ પર હુમલો થવાની ઘટના સામે આવતી હોય છે. ધોળા દિવસે પણ દીકરીઓ સુરક્ષિત નથી હોતી તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. મહત્વનું છે કે એવા અનેક રાજ્યો છે જ્યાંથી આવા કિસ્સાઓ અનેક વખત સામે આવ્યા છે. ત્યારે દિલ્હીમાં એક વ્યક્તિએ 16 વર્ષની દીકરીને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી છે. દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારની આ ઘટના છે અને આ સમગ્ર ઘટનાના સીસી ટીવી સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર 20 વર્ષના સાહિલે સાક્ષી નામની દીકરી પર હુમલો કર્યો હતો. ચપ્પુના ઘા માર્યા બાદ પથ્થરથી હુમલો પણ કર્યો હતો.

 

ચપ્પુના ઘા બાદ પથ્થરથી કર્યો હુમલો!

રાજધાની દિલ્હીમાં અનેક વખત મહિલાઓ પર થતાં હુમલાઓ થતાં હોવાની ઘટના સામે આવતી હોય છે. દિલ્હીમાં ફરી એક વખત દીકરી પર હુમલો થયો છે. શાહબાદ ડેરી વિસ્તારમાં 16 વર્ષની દીકરી પર જીવલેણ હુમલો થયો છે. રવિવાર સાંજે આ ઘટના બની હતી અને સીસીટીવી સામે આવ્યા હતા. સાહિલ નામના વ્યક્તિએ છોકરી પર ચપ્પાથી 40 વખત ઘા કર્યા હતા. તે બાદ પથ્થરથી પણ છોકરી પર હુમલો કરવામાં આવે છે. 


ત્યાંથી પસાર થતાં લોકોએ બચાવવાની ન કરી કોશિશ!  

આ ઘટના જ્યારે બની રહી હતી ત્યારે તે રસ્તેથી અનેક લોકો પસાર થઈ રહ્યા હતા. પરંતુ ત્યાંથી પસાર થતાં લોકોએ આ ઘટનાને જાણે નજરઅંદાજ કરી હોય તેવું લાગતું હતું. કોઈએ પણ છોકરીને બચાવવાની કોશિશ ન કરી હતી. છોકરીને બચાવવાનો પ્રયાસ તો ન કર્યો પરંતુ સાહિલને પણ પકડવાનો પ્રયાસ ન કર્યો હતો.  


પોલીસે કરી મૃતક અને હુમલો કરનાર વ્યક્તિની ઓળખ!

આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર એક વ્યક્તિએ બાળકીની હત્યાની જાણકારી મળી હતી. પોલીસની ટીમને સાક્ષીનો મૃતદેહ રસ્તા પરથી મળ્યો હતો. તે જેજે કોલોનીની રહેવાસી હતી. રવિવારે સાંજના સમયે તે બર્થ ડે પાર્ટીમાં જઈ રહી તે દરમિયાન સાહિલ નામના વ્યક્તિએ તેની ઉપર હુમલો કરી દીધો હતો. સાહિલે અચાનક તેને રોકી અને તેની પર છરીના ઘા વડે હુમલો કર્યો હતો. ઘટનાને અંજામ આપી સાહિલ ફરાર થઈ ગયો હતો. પોલીસે સાહિલની તપાસ શરૂ કરી દીધી છે. આ મામલે પોલીસે કહ્યું કે આરોપીની ઓળખ થઈ ચૂકી છે અને થોડા સમયમાં જ તેની ધરપકડ કરી લેવામાં આવશે. બંને જણા રિલેશનશીપમાં હતા અને કોઈ કારણોસર બંને વચ્ચે ઝઘડો થયો હતો અને થોડા સમય બાદ યુવતી પર હુમલો કરી દીધો હતો.

 

 


દિલ્હી મહિલા આયોગે આ અંગે આપી પ્રતિક્રિયા!

ઘટના બાદ મૃતક દીકરીના પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે પણ આ મામલે તપાસ આરંભી દીધી છે. તો બીજી તરફ આ મામલે દિલ્હી મહિલા આયોગની પણ પ્રતિક્રિયા સામે આવી છે. સ્વાતિ માલીવાલે કહ્યું કે દિલ્હીમાં ગુનેગારોનો હોંસલો બુલંદ છે. પોલીસને નોટિસ પાઠવી છે. મેં મારી આટલા વર્ષોની કારકિર્દીમાં આનાથી વધુ ભયંકર કંઈ જોયું નથી. આ મામલે  મળતી માહિતી અનુસાર સાહિલને પોલીસે પકડી પાડ્યો છે. તે સિવાય ભારતીય જનતા પાર્ટીના નેતા કપિલ મિશ્રાએ આ ઘટના બાદ પ્રતિક્રિયા આપી છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?