અમદાવાદના અમરાઈવાડીમાં આધેડે આપઘાત કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 17:08:33

અમદાવાદના ખોખરા સર્કલ નજીકના પારિષ્કાર-2 એપાર્ટમેન્ટના ચોથા માળે 42 વર્ષના દિપક ઘનશ્યામ પટેલ નામના આધેડે અજાણ્યા કારણોસર આપઘાત કર્યો. ચારેક દિવસથી પાડોશી લોકોને દુર્ગંધ આવતા પોલીસને જાણ કરી હતી. પોલીસે એપાર્ટમેન્ટના રૂમમાં તપાસ કરી ત્યારે યુવકની લાશ જોવા મળી હતી. 


યુવકે શા માટે આપઘાત કર્યો?

અસહ્ય દુર્ગંધ મારતા પાડોશી લોકોએ અમરાઈવાડી પોલીસને બપોરે જાણકારી આપી હતી. મૃતકના પરિવારજનો મામલે હાલ કોઈ માહિતી નથી મળી. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. યુવકે શા માટે આપઘાત કર્યો છે તે મામલે પોલીસે સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવી તપાસ શરૂ કરી દીધી છે.  


ગુજરાતમાં વધતા આપઘાત

ગુજરાતમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે ત્યારે ગઈકાલે પણ ભાવનગરના ખાનગી ડોક્ટરે અગમ્ય કારણોસર પોતાના ક્લિનિકના બંધ રૂમમાં આપઘાત કરી લીધો હતો. અમદાવાદમાં પોલસ કર્મચારીએ સામુહિક આપઘાત કર્યાનો બનાવ પણ ટૂંક સમય પહેલા બન્યો હતો. જેનાથી સમગ્ર પોલીસ બેડામાં દુઃખની લાગણી વહી છે. ત્યારે આજે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આપઘાતના સમાચાર સામે આવ્યા છે. પોસ્ટમોર્ટમ બાદ અને પોલીસ તપાસ બાદ આધેડે શા માટે આપઘાત કર્યો હતો તે મામલે જાણ થશે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?