મહારાષ્ટ્રમાં માનસિક રૂપથી બિમાર છોકરી પર થયો બળાત્કાર, પોલીસ કરી રહી છે તપાસ


  • Published By :
  • Published Date : 2023-01-21 14:15:41

દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે મહારાષ્ટ્રમાં એક માનસિક રીતે બિમાર છોકરી દુષ્કર્મનો ભોગ બની છે. મળતી માહિતી અનુસાર આ ઘટના ઘાટકોપરમાં બની હતી. ત્રણ સગીર છોકરાઓએ છોકરી પર દુષ્કર્મ આચર્યું હતું. છોકરી જ્યારે શૌચાલય જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. છોકરાઓએ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કરી દીધો. છોકરાને હિરાસતમાં લઈ તેમને સુધારગૃહમાં મોકલી દેવામાં આવ્યા છે.  


વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર કર્યો શેર 

અનેક છોકરીઓ દુષ્કર્મનો ભોગ બનતી હોય છે. અનેક વખત સગીરાઓ પર દુષ્કર્મ આચરવામાં આવતું હોય છે તો કોઈ વખત સગીર દ્વારા દુષ્કર્મ કરવામાં આવે છે. આવી જ એક ઘટના મહારાષ્ટ્રના ઘાટકોપરમાં બની છે. માનસિક રીતે બિમાર છોકરીને ત્રણ સગીર છોકરાઓએ નિશાન બનાવી હતી. શૌચાલય જઈ રહી તે દરમિયાન છોકરાઓએ તેને પકડી લીધી અને શૌચાલયમાં આ દુષ્કૃત્ય કર્યું હતું. આરોપીએ આનો વીડિયો પણ બનાવ્યો હતો. વીડિયો બનાવ્યા પછી સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. 


પોલીસે કરી રહી છે ઘટના અંગે તપાસ  

વીડિયો વાયરલ થતા આ વીડિયો છોકરીના ભાઈ પાસે પહોંચ્યો. જે બાદ આ ઘટના અંગે ભાઈએ પરિવારજનોને જાણ કરી હતી. મામલો સામે આવતા છોકરીના પરિવારે આ અંગે ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે આ અંગેની તપાસ શરૂ કરી હતી અને તપાસ કર્યા બાદ પોલીસે એક સગીર આરોપીને હિરાસતમાં લીધો છે. અને આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.