ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ તે પહેલે જ ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અનેક વખત વડાપ્રધાન તેમજ અમિત શાહ ગુજરાત આવી ડબલ એન્જિન સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવી રહ્યા છે. ત્યારે ફરી એક વખત અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કમલમ ખાતે તેઓ ઉચ્ચસ્તરિય બેઠક કરશે જ્યાં બાકી રહેલી બેઠકો માટે ઉમેદવારોના નામની ચર્ચા કરવામાં આવશે.
સ્ટાર પ્રચારકો આવશે ગુજરાત
જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પ્રચાર કરવા જાણીતા અને સ્ટાર પ્રચારકોને ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે. 40 જેટલા સ્ટાર પ્રચારકો ગુજરાત આવી ભાજપનો પ્રચાર કરવાના છે જેમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ, હેમા માલિની, જે.પી.નડ્ડા, સ્મૃતિ ઈરાની, યોગી આદિત્યનાથ સહિત અનેક દિગ્ગજ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. લાવવામાં આવી રહ્યા. ચૂંટણી પ્રચારમાં ભાગ લેવા અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે.
ઘાટલોડિયાથી સીએમ શાહની હાજરીમાં ભરશે ફોર્મ
ભાજપે લગભગ બધી બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે પરંતુ અનેક બેઠકો માટે નામની જાહેરાત કરવામાં નથી આવી. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે અમિત શાહની અધ્યક્ષતામાં હાઈ-લેવલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નામોની ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત શાહની હાજરીમાં જ સીએમ ઘાટલોડિયાથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે તેવી સંભાવાના દેખાઈ રહી છે.