ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી છે. 182માંથી ભાજપે 156 સીટો પર કબજો કર્યો છે. જ્યારે કોંગ્રેસે 17 સીટો પર તેમજ આમ આદમી પાર્ટીએ 5 સીટો મેળવી છે. વિપક્ષમાં બેસી શકે તેવી સીટો નથી આવી. વિધાનસભામાં કોંગ્રેસનું પ્રતિનિધીત્વ કોણ કરશે તે અંગે બેઠક મળી હતી. મળતી માહિતી મુજબ તમામ ધારાસભ્યોએ નેતા નક્કી કરવાની સત્તા દિલ્હી હાઈકમાન્ડને સોંપી છે.
નેતા નક્કી કરવાની સત્તા દિલ્હી હાઈકમાન્ડને સોંપી છે - ગુજરાત કોંગ્રેસ
આ વખતની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી છે. 182 સીટોમાંથી 156 સીટો ભાજપના ફાળે ગઈ છે. પરંતુ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીની ફાળે બહુ ઓછી સીટો ગઈ હતી. કોંગ્રેસમાં વિધાનસભામાં કોંગ્રેસના નેતા કોણ હશે તે માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કોંગ્રેસના જીતેલા તમામ ધારાસભ્ય હાજર હતા. બેઠક બાદ નિવેદન આપવામાં આવ્યું હતું કે તમામ ધારાસભ્યોએ એક લાઈનનો ઠરાવ કર્યો છે. જેમાં તમામ ધારાસભ્યોએ નેતા નક્કી કરવાની સત્તા દિલ્હી હાઈકમાન્ડને સોંપી છે. હાઈકમાન્ડ દ્વારા જે નિર્ણય લેવામાં આવશે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે.