આગ લાગવાની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક વખત આગ લાગવાને કારણે લોકોના મોત થતા હોય છે ઉપરાંત નુકસાન પણ થતું હોય છે. ત્યારે વલસાડના સરીગામ જીઆઈડીસીની એક કંપનીમાં બ્લાસ્ટ થયો છે જેમાં ત્રણ કામદારોના મોત થયા છે. વેન પેટ્રોકેમ ફાર્મા કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે. ભયંકર બ્લાસ્ટ થયો હતો જે બાદ આગ લાગી હતી. કાટમાળ પણ તૂટી પડ્યો હતો જેમાં કામદારો દબાયેલા હોવાની માહિતી સામે આવી. પ્રચંડ ધમાકા બાદ લાગેલી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરાયો હતો. ઉપરાંત પોલીસે પણ ઘટનાસ્થળ પર આવી તપાસ હાથ ધરી હતી.
ઘટનામાં થયા ત્રણ જેટલા કામદારોના મોત
આગ લાગવાની ઘટના પ્રતિદિન વધી રહી છે. વલસાડના સરીગામ જીઆઈડીસીમાં આવેલી વેન પેટ્રોકેમ એન્ડ ફાર્મા ઈન્ડિયા નામની કંપનીમાં મોડી રાત્રે બ્લાસ્ટ થયો હતો જે બાદ આગ ફાટી નીકળી હતી. આગ લાગવાને કારણે કંપનીનો સ્લેબ પણ ધરાશાઈ થયો હતો. મળતી માહિતી અનુસાર આ ધમાકામાં ત્રણ જેટલા કામદારોના મોત થયા છે. ઉપરાંત કાટમાળમાં અનેક કામદારો ફસાયા હતા જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
કાટમાળમાં ફસાયેલા કામદારોનું કરાયું રેસ્ક્યુ
પેટ્રો ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થતા ત્રણ કામદારોના મોત થયા છે. તો બે માળનો એક તરફનો હિસ્સો પણ ધરાશાયી થઈ ગયો છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી. ઉપરાંત 108ની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ઉપરાંત જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારી પણ ઘટનાસ્થળ પર પહોચ્યા હતા. રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી.