મુંબઈમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. રવિવાર રાત્રે મહારાષ્ટ્રના થાણેમાં લીફ્ટ પડવાની ઘટના બની છે જે પ્રાણ ઘાતક સાબિત થઈ છે. આ દુર્ઘટનામાં સાત જેટલા શ્રમિકોના મોત થઈ ગયા છે. 40 મંજિલ ઈમારતનું નિર્માણ ચાલી રહ્યું હતું. મળતી માહિતી અનુસાર કંસ્ટ્રક્શન લિફ્ટ ટૂટી પડતા શ્રમિકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં શ્રમિકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા શ્રમિકોને ખસેડવામાં આવ્યા હોસ્પિટલ
મહારાષ્ટ્રમાં મોટી મોટી ઈમારતો આવેલી છે. બહુમાળી બિલ્ડીંગ હોવાને કારણે અનેક વખત બહુ મોટી દુર્ઘટના સર્જાતી હોય છે. ત્યારે આવી જ એક દુર્ઘટના મહારાષ્ટ્રના થાણેના બાલકુલમ વિસ્તારમાં બની છે જેમાં નિર્માણાધીન બિલ્ડીંગની લિફ્ટ તૂટી પડી છે. પોતાનું કામ પતાવીને શ્રમિકો નીચે આવી રહ્યા હતા. ત્યારે રવિવારે સાંજના સમયે આ દુર્ઘટના સર્જાઈ છે જેને કારણે શ્રમિકોને જીવ ખોવાનો વારો આવ્યો છે. મળતી માહિતી અનુસાર રૂનવાલ નામની 40 માળની બિલ્ડિંગની લિફ્ટ ધડામ લઈને તૂટી પડી હતી. આ ઘટના અંગેની જાણ થતા પોલીસ, વહીવટી તંત્ર તથા બચાવ કામગીરી કરનારી ટીમ ત્વરીત ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. શ્રમિકોને બચાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી. આ દુર્ઘટનામાં જે શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
40માં માળથી નીચે પટકાઈ લિફ્ટ!
જ્યાં દુર્ઘટના સર્જાઈ છે ત્યાંની વાત કરીએ તો ઠાણેમાં 40 માળની બિલ્ડિંગનું નિર્માણકાર્ય ચાલી રહ્યું હતું. રવિવાર સાંજે છતની વોટરફ્રૂફિંગ કરીને 40માં માળથી નીચે આવી રહ્યા હતા. તે દરમિયાન આ ઘટના બની અને એવું માનવામાં આવી રહ્યું છે કે સપોર્ટિગ કેબલ તૂટવાને કારણે આ દુર્ઘટના બની છે. આ ઘટનામાં પહેલા પાંચ શ્રમિકોના મોત થયા હતા પરંતુ હવે મૃત્યુ આંક સાત પર પહોંચ્યો છે. બે શ્રમિકોએ પોતાનો જીવ હોસ્પિટલમાં ગુમાવ્યો છે સારવાર દરમિયાન. એવી પણ માહિતી સામે આવી છે કે લિફ્ટમાં સાત શ્રમિકો સવાર હતા અને સાતે શ્રમિકોના મોત થઈ ગયા છે.
ઉપમુખ્યમંત્રીએ ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો
ઘટનાને લઈ મહારાષ્ટ્રના ઉપ-મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે દુખ વ્યક્ત કર્યું છે. શોક વ્યક્ત કરતા તેમણે લખ્યું કે ઠાણેમાં જે લિફ્ટ દુર્ઘટના સર્જાઈ તે અત્યંત દુખદ છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા મૃતકોના પરિવાર સાથે મારી સંવેદના છે.
#WATCH | Five people died, and a few were injured after a lift collapsed in Maharashtra's Thane: Thane Municipal Corporation pic.twitter.com/AuDiVms1aW
— ANI (@ANI) September 10, 2023