મહારાષ્ટ્રના થાણેમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં 16 જેટલા શ્રમિકોના મોત થયા છે. આ દુર્ઘટના શાહપુર નજીક સરલામ્બે ખાતે હાઈવે પુલના નિર્માણ દરમિયાન ગર્ડર લોન્ચિંગ મશીન પડી જતા સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર રાત્રીના સમયે જ્યારે બાંધકામની કામગીરી ચાલી રહી હતી તે સમયે આ દુર્ઘટના સર્જાઈ છે. જે ગર્ડર મશીનને કારણે દુર્ઘટના સર્જાઈ છે તે અંદાજીત 100 ફૂટની ઉંચાઈએથી નીચે પડી ગયું હતું. એવું પણ માનવામાં આવે છે કે આ મૃત્યુઆંક વધી પણ શકે છે. આ ઘટનામાં અનેક મજૂરો દટાયા છે અને હાલ તેમને બચાવવા માટે કામગીરી કરાઈ રહી છે. મશીનનું ભારે વજન હોવાને કારણે ઝડપથી તેને દૂર કરવામાં પણ તકલીફ પડી રહી છે.
દુર્ઘટનામાં થયા 16 લોકોના મોત
અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. આપણી સામે એવી અનેક એવી ઘટનાઓ આવતી હોય છે જેમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે. ગઈકાલે ચાલતી ટ્રેનમાં ફાયરિંગની ઘટના બની હતી તો આજે થાણેમાં નિર્માણધીન બ્રિજ પર દુર્ઘટના સર્જાઈ છે. સોમવાર મોડી રાત્રે અને મંગળવાર વહેલી સવારે શાહપુર નજીક ગર્ડર લોન્ચિંગ મશીન પડવાથી 16 શ્રમિકોના મોત હજી સુધી થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં અનેક બીજા શ્રમિકો દટાયા છે.