મધ્યપ્રદેશમાં વાયુસેનાના ફાઈટર જેટ ક્રેશ થયા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર સુખોઈ 30 અને મિરાજ 2000 એકબીજા સાથે ભટકાયા હતા જેને કારણે દુર્ઘટના સર્જાઈ છે. પ્લેનના ટુકડે ટુકડા થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર હવામાં પ્લેનમાં આગ લાગી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. બંને પ્લેને ગ્વાલિયર એર બેઝથી ઉડાન ભરી હતી. પ્રેક્ટિસ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી તેવું માનવામાં આવી રહ્યું છે.
ફાઈટર જેટ આકાશમાં હતું તે દરમિયાન આગ લાગી
વાયુસેનાનું પ્લેન ક્રેશ થવાની જાણકારી મળતા પોલીસ અને સેનાના અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનાસ્થળ પર લોકોની ભીડ ઉમટી પડી હતી. આમાં કેટલા પાયલટ હાજર હતા કેટલું નુકસાન થયું છે તે જાણી શકાયું નથી. મળતી માહિતી અનુસાર ટેક્નિકલ ખામીને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. આગરાથી ફાઈટર જેટે ઉડાન ભરી હતી તેવું માનવામાં આવી રહ્યું છે.