રાજસ્થાનના જોધપુરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાને કારણે 4 લોકોના મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ કીર્તિનગરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો છે. સિલિન્ડર બ્લાસ્ટ થતા 16 લોકો ઘાયલ થયા છે અને 4 લોકો મોતને ભેટ્યા છે. આ ઘટનાને કારણે ભારે અફરા-તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. જોધપુરના માતા કા થાન વિસ્તારમાં આ દુર્ઘટના સર્જાઈ છે. ગેસ બ્લાસ્ટ થવાને કારણે ઘણા વાહનો સળગી ગયા છે. ઘટનામાં ઘાયલ થતા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ગેહલોતે ઘટનાને લઈ શોક કર્યો વ્યક્ત
મુખ્યમંત્રીએ આ દુર્ઘટનાની નોંધ લીધી હતી. આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે જોધપુરના મગરા પૂંજલા વિસ્તારના કિર્તી નગરમાં ગેસ સિલિન્ડરને કારણે 4 લોકોના મોત અને ઘણા લોકો ઘાયલ થયા વિશે જાણીને દુ:ખ થયું છે. સ્થાનિક પ્રશાસન પાસેથી સમગ્ર ઘટનાની માહિતી લીધી છે અને ઘાયલોને યોગ્ય સારવાર માટે સૂચના આપી દેવાઈ છે.
जोधपुर में मगरा पूंजला एरिया के कीर्ति नगर में गैस सिलेंडर फटने से 4 लोगों की मृत्यु एवं कई लोगों के घायल होने की जानकारी बेहद दुखद है। स्थानीय प्रशासन से पूरी घटना की जानकारी ली है एवं घायलों के समुचित उपचार के निर्देश दिए हैं।
— Ashok Gehlot (@ashokgehlot51) October 8, 2022