નવરાત્રી દરમિયાન માતાજીની મૂર્તિ પંડાલમાં લાવવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં નવરાત્રીનો અનેરો મહિમા રહેલો છે. અનેક સ્થળો પર દુર્ગા મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. ત્યારે દશેરા દિવસે મૂર્તિ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મલ નદીમાં પાણી છોડાતા મૂર્તિ વિસર્જન કરવા ગયેલા 8 લોકો પાણીમાં ડૂબી ગયા છે. અને 20થી 22 લોકો ગુમ થવા હોવાની આશંકા દેખાઈ રહી છે. ઘટનાની જાણ થતાં ડ NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
મૂર્તિ વિસર્જન દરમિયાન બની દુર્ઘટના
દશેરાના દિવસે માતાજીની મૂર્તિને વિદાય આપવામાં આવે છે. પાણીમાં દુર્ગા માતાની પ્રતિમાને પધરાવવામાં આવે છે. ત્યારે ગત રોજ મોડી રાત્રે મૂર્તિ વિસર્જન કરવા ગયેલા લોકો પાણીમાં તણાઈ ગયા હતા. વધારે પાણીનો પ્રવાહ આવતા તેઓ પાણીમાં ફસાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને રેસ્ક્યુ ટીમે ઘટના સ્થળે આવી બચાવવાની કોશિશ કરી હતી. અધિકારીઓએ કહ્યું કે આ ઘટનામાં 8 લોકોનાં મોત થયો છે. જેમાં ચાર મહિલાઓનો પણ સમાવેશ થાય છે. લગભગ 40 જેટલા લોકો હજુ પણ ટાપુ પર ફસાયા છે.