અમદાવાદ અને કચ્છમાં આઇટીની મોટી કાર્યવાહી, સ્ટીલ બિઝનેસ સાથે સંકળાયેલા લોકો ઉપર તવાઈ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-17 10:39:28

આઈટીની ટીમે અમદાવાદ અને કચ્છમાં મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. આઈટીની ટામે સ્ટીલ બિઝનેસ સાથે સંકળાયેલા ગ્રુપ પર કાર્યવાહી કરી છે. આઈટીની ટીમે એકસાથે 18 જગ્યાઓ પર દરોડા પાડી સર્વેની કામગીરી કરી હતી. અંદાજીત 100થી વધુ અધિકારીઓનો કાફલો આવી પહોંચ્યો હતો અને આ મેગા ઓપરેશનમાં તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. 


100 જેટલા અધિકારીઓ કરી રહ્યા છે તપાસ 

છેલ્લા અનેક દિવસોથી આઈટીની ટીમ એક્શન મોડમાં આવી ગઈ છે. આઈટી ટીમ વિવિધ જગ્યાઓ પર રેડ પાડી રહી છે. ત્યારે IT વિભાગે સ્ટીલ બિઝનેસ સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર કાર્યવાહી કરી છે. ટીમે એક સાથે અમદાવાદ અને કચ્છમાં રેડ કરી હતી. 18 જગ્યાઓ પર ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. મેગા ઓપરેશન કરવા 100 જેટલા અધિકારીઓની ટીમ ઉતારવામાં આવી હતી. સર્વેની કાર્યવાહી કરવામાં આવતા કડકડતી ઠંડીમાં પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.    



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...