કન્ટ્રક્શન સાઈટમાં અનેક વખત દુર્ઘટના સર્જાતી હોય છે. જીવના જોખમે મજૂરો આપણા સપનાનું ઘર બનાવતા હોય છે. ત્યારે અમદાવાદમાં ફરી એક વખત મોટી દુર્ઘટના સર્જાઈ છે. પાલક તૂટી પડતા નિર્માણાધિન બિલ્ડિંગ સાઇટ પર 3 શ્રમિકોના મોત નિપજ્યાં છે. 12માં માળથી મજૂરો પટકાયા હતા. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે. આ દુર્ઘટના ઘુમા વિસ્તારમાં આ દુર્ઘટના સર્જાઈ છે. મોડી રાત્રે મજૂરો સાઈટ પર કામ કરી રહ્યા હતા તે દરમિયાન આ દુર્ઘટના બની હતી. આ ઘટનાને લઈ અનેક પ્રશ્નો ઉભા થાય છે કે મોડી રાત્રે કેવી રીતે કન્ટ્રક્શન સાઈટ પર કામ કરવાની પરમિશન મળી?
કન્ટ્રક્શન સાઈટ પર સર્જાઈ દુર્ઘટના
અનેક વખત નિર્માણાધિન બિલ્ડીંગો તૂટી પડવાની ઘટના સામે આવતી હોય છે. દુર્ઘટના સર્જાતા અનેક શ્રમિકોના મોત થતા હોય છે. મજૂરો જ્યારે કામ કરતા હોય છે ત્યારે તેમની સુરક્ષા પર ધ્યાન વધારે આપવામાં નથી આવતું. સુરક્ષાની તકેદારી રાખવામાં નથી આવતી જેનો ભોગ શ્રમિકોને બનવું પડતું હોય છે. અનેક શ્રમિકોના જીવ આને કારણે ગયા છે. ત્યારે અમદાવાદમાં વધુ એક કન્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના સર્જાઈ છે.
12માં માળેથી પટકાતા શ્રમિકોના થયા મોત
જે દુર્ઘટના સર્જાઈ છે તે ઘુમા વિસ્તારમાં બની છે. વિસ્તારમાં આવેલી ઝવેરી ગ્રીન્સ નામની કન્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના બની હતી. આ નિર્માણાધિન બિલ્ડિંગના 12માં માળે પાલક તૂટતા ત્રણ શ્રમિકો નીચે પટકાયા હતા. દુર્ઘટના સર્જાતા શ્રમિકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર મળે તે પહેલા જ શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવી દીધો હતો. હોસ્પિટલ જ્યારે તેમને ખસેડવામાં આવ્યા ત્યારે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે અનેક શ્રમિકોએ પોતાના જીવ બીજાની બેદરકારીને કારણે જતા હોય છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ આરંભી હતી.