નાનકડી બાળકીએ બતાવી દેશભક્તિની ઝલક, પોલીસકર્મીને સેલ્યુટ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ, શું તમે જોયો વીડિયો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-22 16:59:04

સોશિયલ મીડિયા પર એવા અનેક વીડિયો સામે આવતા હોય છે જે આપણા દિલને સ્પર્શી જતા હોય છે. એમાં પણ જો નાના બાળકનો ક્યુટ વીડિયો હોય તો તે ધૂમ વાયરલ થતો હોય છે. ત્યારે હાલ એક નાનકડી બાળકીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં નાની છોકરી દેશની રક્ષા કરતા જવાનાને સલામ કરી રહી છે. દેશની રક્ષા કરતા જવાનોને સન્માન આપતો વીડિયો સામે આવ્યો છે.

  

કેરળ પોલીસે શેર કર્યો બાળકીનો વીડિયો  

દરેક દેશવાસીઓમાં દેશનું સન્માન કરવાની ભાવના હોતી હોય છે. ઉપરાંત દરેકે દેશની રક્ષા કરતા જવાનોને પણ માન આપવું જોઈએ. આ ટેવ બાળકો નાના હોય ત્યારથી બાળકોમાં આવી ભાવના કેળવાય તે માટે નાનપણથી જ આવી વસ્તુઓ તેમને શીખવાડવામાં આવતી હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક નાનકડી બાળકીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક છોકરી પોલીસને સેલ્યુટ કરતી નજરે પડે છે. ઈન્ટરનેટ પર આ વીડિયો ખૂબ જ જોવાઈ રહ્યો છે. નાની બાળકીમાં પોલીસ પ્રત્યે આટલું સન્માન જોવા મળતા લોકો ખૂશ થઈ રહ્યા છે. કેરલ પોલીસે પોતાના સોશિયલ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. સાથે જ લખ્યું કે છોટીસી બચ્ચીને પ્યારસે ગ્રીટ કિયા. 


લોકોને પસંદ આવી રહ્યો છે નાની બાળકીનો વીડિયો 

નાની ઉંમરે આવી દેશભક્તિને જોતા લોકો પણ ખુશ થઈ રહ્યા છે. બાળકીની દેશભક્તિના લોકો વખાણ કરી રહ્યા છે. લખી રહ્યા છે કે છોકરીની દેશ ભક્તિ જોવા લાયક છે. તો કોઈકે કેરળ પોલીસનો આ વીડિયો પોસ્ટ કરવા બદલ આભાર માન્યો હતો. તો કોઈએ લખ્યું બચ્ચે મન કે સચે. ત્યારે આ બાળકીમાંથી દેશવાસીઓએ દેશભક્તિ તેમજ સુરક્ષા બળોનું સન્માન કરવું જોઈએ તેવી શીખ લેવી જોઈએ.  



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..