માતા પિતાની ભૂલે લીધો બાળકનો જીવ! Bhavnagarમાં બે મહિના બાળકને કરડ્યું હતું કૂતરૂ પરંતુ વેક્સિન ન અપાતા ગયો બાળકનો જીવ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-26 18:55:19

રખડતા શ્વાનનો હુમલો સતત વધતો જઈ રહ્યો છે. અનેક લોકો રખડતા શ્વાનનો ભોગ બની રહ્યા છે. ત્યારે વધુ એક બાળક રખડતા કુતરાનો ભોગ બન્યું હતું, ભાવનગરમાં બે મહિના પહેલા શ્વાન કરડ્યું હતું પરંતુ વેક્સિન આપવામાં પરિવાર સભ્યોએ બેદરકારી રાખી હતી. આઠ વર્ષના બાળકને બુધવારે હડકવાની અસર શરૂ થઈ ગઈ હતી. સારવાર માટે બાળકને હોસ્પિચલ ખસડેવામાં આવ્યો હતો પરંતુ ટૂંકી સારવાર બાદ બાળકનું મોત થઈ ગયું હતું. બાળકનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે.  


હકડવાની અસર થતા જ અમુક કલાકોની અંદર થયું બાળકનું મોત 

અનેક વખત પરિવાર દ્વારા દાખવવામાં આવેલી બેદરકારી બાળકોને ભારે પડી શકે છે. બાળકોનું જે ધ્યાન રાખવું જોઈએ તે ધ્યાન ન રાખવામાં આવતા કોઈ વખત બાળક મૃત્યુના મુખમાં ધકેલાઈ જાય છે. ત્યારે આવો જ કિસ્સો ભાવનગરથી સામે આવ્યો છે. રખડતા શ્વાનનો આતંક પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. રખડતા શ્વાનની સાથે સાથે રખડતા ઢોરનો આતંક પણ સતત વધતો જઈ રહ્યો છે. ત્યારે વધુ એક બાળક ભોગ બન્યો છે રખડતા શ્વાનનો. બે મહિના પહેલા આઠ વર્ષના બાળકને કૂતરૂ કરડ્યું હતું. તે સમયે બાળકના માતા પિતાએ એન્ટિરેબિજ વેક્સિન સમયસર આપી ન હતી જેને કારણે બાળકને હડકવાની અસર શરૂ થઈ. હડકવાની અસર શરૂ થતાં જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ ટૂંકી સારવાર બાદ બાળકનું મોત થઈ ગયું.


જો કૂતરૂં કરડે છે તો શું કરવું જોઈએ?

મહત્વનું છે કે જો કૂતરૂં કરડ્યું હોય તો વેક્સિન લેવી અનિવાર્ય છે. જો કૂતરૂ કરડ્યું છે તો એન્ટિરેબિઝ ઈન્ઝેક્શન લેવાનું હોય છે. જો વેક્સિન સમયસર નહીં લેવામાં આવે તો જીવનું જોખમ પણ રહેતું હોય છે. હડકવાની અસર શરૂ થઈ જાય છે અને પછી જીવલેણ સાબિત થતો હોય છે. હડકવાની સીધી અસર મગજ પર પડે છે. જો કૂતરૂ કરડે છે તો તાત્કાલિક હડકવા વિરોધી રસી લેવી જોઈએ. જો કૂતરૂ કરડી જાય છે તો સૌથી પહેલા સાફ પાણીથી તે જગ્યાને સાફ કરો જ્યાં કૂતરૂં કરડ્યું છે. ઘાવને સાફ કરી ચોખ્ખા કપડાથી તેને લૂછી લો. અને તે બાદ નજીકના ડોક્ટર અથવા તો હોસ્પિટલમાં જઈ સારવાર કરાવો.     



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?