નકલીનું ચલણ છેલ્લા ઘણા સમયથી સામે આવી રહ્યું છે. નકલીને લઈ ચર્ચાઓ તો થઈ રહી છે પરંતુ લોકોમાં વધુ એક ચર્ચાએ જોર પકડ્યું છે કે નકલી લોકો પકડાઈ રહ્યા છે તે પટેલ કેમ હોય છે! આના થોડા ઉદાહરણો જોઈએ તો કિરણ પટેલ નકલી પીએમઓ અધિકારી ,વિરાજ પટેલ CMOના નકલી અધિકારી ,નિકુંજ પટેલ CMOના નકલી અધિકારી , નેહા પટેલ નકલી કલેક્ટર આ બધા નકલી પકડાય છે એ મોટા ભાગે કેમ પટેલ છે? આ નવો ચર્ચાનો અને વિચારવાનો વિષય બન્યો છે.
પટેલ સમાજના અગ્રણીઓને મનહર પટેલે લખ્યો પત્ર
એવું કહેવાય છે કે કોઈ વ્યક્તિ, સમાજ કે દેશ જો ઈતિહાસમાંથી યોગ્ય બોધપાઠ ન લે તો સમય જતા તેનું પતન નિશ્ચિત છે. અને આવી જ કંઈક ચિંતા પાટીદાર સમાજને થઇ રહી છે કારણે આજકાલ જે નકલી અધિકારીઓ પકડાય છે એમાં 50 ટકાથી વધારે પટેલ હોય છે. થોડા સમય પહેલા પાટીદાર અગ્રણી અને કોંગ્રેસના નેતા મનહર પટેલે સમાજની અગ્રણી સંસ્થાઓ અને શ્રેષ્ઠીઓને સંબોધીને એક પત્ર લખ્યો છે.
પાટીદાર સમાજના યુવાનો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે!
પત્રમાં એવો ઉલ્લેખ છે જે પાટીદાર સમાજને વિચારવા મજબૂત કરે છે. વિચારવા મજબૂર કરે છે કે પાટીદાર સમાજના યુવાનો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. સાબિતીરૂપે તાજેતરમાં પકડાયેલા આરોપીઓના ઉદાહરણ આપવામાં આવ્યા. જેમાં કિરણ પટેલથી લઈને નેહા પટેલ સુધી બધાના નામ પણ લખવામાં આવ્યા હતા સિક્કાની બીજી બાજુ એ પણ છે કે ઘણા પાટીદાર અગ્રણીઓએ મનહર પટેલની વાતને વ્યાજબી ગણાવી અને સમાજના અગ્રણીઓને આ દિશામાં ગંભીર વિચાર કરવા અપીલ પણ કરી.
આ અંગે વિચારણા કરવામાં આવે તેવી કરાઈ માગ!
નકલી અધિકારી, નકલી ખાતર-બિયારણ, નકલી દવાઓ એવા કોઈપણ ગુના હોય જેમાં સમાજની સીધી છેતરપિંડી અને નુકસાન હોય તેમા પાટીદાર વ્યક્તિનું નામ સામે આવે છે જે ગંભીર સમસ્યા છે સાથે જ મનહર ભાઈએ પાટીદાર સમાજના અગ્રણીઓ પાસે માંગણી કરી છે કે `એક સમાજ એક બંધારણ' એવા વિચાર સાથે `પટેલ સંસદ'નું નિર્માણ થાય અને સમાજની ગતિ, પ્રગતિ, કાર્ય પદ્ધતિ, વિકાસની વ્યાખ્યા સ્પષ્ટ થાય. તંદુરસ્ત સમાજ માટે લાંબાગાળાની રણનીતિ ઘડવામાં આવે તેવી વાત મનહર પટેલ દ્વારા કરવામાં આવી છે.