ગીર સોમનાથ જિલ્લો કે જે ગીર જંગલની નજીક વસેલું શહેર છે જ્યાં અવાર નવાર જંગલી જાનવરો શિકારની શોધમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઘુસી જતા હોઈ છે.ગઈ કાલે બપોરના સમય આસપાસ વેરાવળના રેલ્વે સ્ટેશન રોડ નજીક રામનીવાસ ધર્મશાળામાં દીપડો ઘૂસી આવ્યો હતો
ધોળા દિવસે શહેરમાં દીપડો ઘુસ્તા લોકોમાં ભય ફેલાયો હતો.દીપડો ઘૂસ્યાની જાણ ફોરેસ્ટ વિભાગને થતા તાત્કાલિક વેરાવળ રેન્જની વન વિભાગની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી અને દીપડાના રેસ્ક્યૂમાં લાગી ગઈ હતી.દીપડાને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા જેને લઈ પોલીસ નો ચુસ્ત બંધોબસ્ત હતો
ફોરેસ્ટ વિભાગની ટીમ અને પોલીસે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 3 કલાકની મહા મહેનતે દીપડાને શોધી કાઢ્યો હતો અને પાંજરે પૂર્યો હતો જોકે દીપડાએ કોઈને નુકશાન પહોંચાડ્યું ન હતું.દીપડો પાંજરે પુરાતા શહેરના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો
દીપડાના પાંજરે પૂરવા વન વિભાગની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
શહેરી વિસ્તારમાં દીપડો આવી ચઢ્યો એ તપાસનો મુદ્દો છે
અગાવ પણ ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં જંગલી જાનવરો દેખાયા છે
કોડીનારના આલિદર ગામે સાંજના સમયે સિંહ ઘુસી આવ્યો હતો જેનો વિડિઓ પણ વાઇરલ થયો હતો.
અગાવ ગીરના જસાધાર પંથકમાં એક સિંહ કુવામાં પડ્યો હતો જેને મહામહેનતે ફોરેસ્ટની ટીમે રેસ્ક્યુ હાથ ધરી બહાર કાઢવામાં આવ્યો હતો.
ગીરના ફાટસર ગામમાં ખેડૂતના મકાન પર મધરાત્રે એક સિંહ આરામ ફરમાવતો જોવા મળ્યો હતો
કોડીનાર તાલુકાના સીંધાજ ગામે થોડા સમય પહેલા જ સિંહોનું ટોળું ઘુસી આવ્યું હતું અને રાત્રીના સમયે ગામની શેરીમાં પશુનું મારણ કર્યું હતું.