અફઘાનિસ્તાનમાં ફરી એક વખત બોમ્બ બ્લાસ્ટ થવાની ઘટના બની છે. ઉત્તરી અફઘાનિસ્તાનના બલ્ખ પ્રાંતમાં બોમ્બ વિસ્ફોટ થયો છે. એક તેલ કંપનીના કર્મચારીઓને લઈ રહેલી બસમાં આ વિસ્ફોટ કર્યો છે. આ ધમાકામાં અંદાજીત 5 લોકોના મોત થયા છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે મોતનો આંકડો વધી પણ શકે છે. ઉત્તરી બલ્ખ પ્રાંતમાં બનેલી ઘટના અંગે પોલિસ અધિકારીએ કહ્યું કે આજે સવારે 7 વાગ્યા આસપાસ બસમાં એક ધમાકો થયો હતો.
પોલીસ કરી રહી છે તપાસ
મળતી માહિતી મુજબ હેયરટેન ઓઈલ કંપનીની બસમાં વિસ્ફોટ થયો છે. આ ઘટના કેવી રીતે બની તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ ધમાકો કર્યા પાછળ કોણ હતું કે હજી સુધી સ્પષ્ટ નથી થયું. અફઘાનિસ્તાનમાં થોડા દિવસોથી આવા હુમલા થઈ રહ્યા છે. અનેક મહિનાઓથી આવા હુમલાઓ થઈ રહ્યા છે. અનેક હુમલાઓની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ દ્વારા લેવામાં આવી છે.