દેશમાં ફરી એક વખત કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસમાં વધારો જોવા મળતા લોકોની ચિંતામાં વધારો થયો છે. ભારત દેશમાં કોરોના સંક્રમણની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1134 કેસ નોંધાયા છે. કોરોનાને કારણે દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળમાં કુલ 5 લોકોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં 7026 થઈ ગઈ છે.
1134 લોકો થયા કોરોના સંક્રમિત!
ધીમે ધીમે કોરોના ફરી દેશમાં પગ પેસારો કરી રહ્યો છે. એક સમય આવ્યો હતો જ્યારે કોરોના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઓછા લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા હતા પરંતુ ફરી એક વખત કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અનેક લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 1134 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. દેશમાં 24 કલાકમાં કોરોનાને કારણે 5 લોકોના મોત થઈ ગયા છે. છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ કેરળમાં લોકોના મોત થયા હતા. 24 કલાકમાં કોરોનાના 1 લાખ 3 હજાર 831 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ઉપરાંત હજી સુધી 220.65 કરોડ લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે.