કોરોના કેસમાં જોવા મળ્યો ઉછાળો, જાણો કેટલા લોકો થયા કોરોના સંક્રમિત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-10 09:12:21

થોડા વર્ષો પહેલા કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. અનેક લોકો કોરોના સંક્રમિત થયા હતા જ્યારે અનેક લોકોના મોત પણ કોરોનાને કારણે થઈ ગયા હતા. થોડા સમયથી કોરોના કેસમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ ધીરે ધીરે કોરોના સંક્રમિતોનો આંકડો વધી રહ્યો છે. ગુજરાતમાં પણ છેલ્લા બે-ત્રણ દિવસોથી કોરોના દર્દીઓનો આંકડો વધી રહ્યો છે. ડબલ ડિજિટમાં આંકડાઓ નોંધાઈ રહ્યા છે જેને કારણે ચિંતા વધી છે. 


કોરોનાના નોંધાયા નવા 30 કેસ 

કોરોના સંક્રમણ ફરી એક વખત માથું ઊંચકી રહ્યું છે તેવું લાગી રહ્યું છે. થોડા દિવસોથી કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. એક સમયે સિંગલ ડિજિટમાં નોંધાતા આંકડા હવે ડબલ ડિજિટમાં નોંધાઈ રહ્યા છે. સોમવાર સાંજના પાંચ વાગ્યા સુધી વિતેલા 24 કલાકનો આંકડો આવ્યો હતો. કોરોના સંક્રમિતોની સંખ્યા 30 નોંધાઈ હતી. અમદાવાદમાં 12 કેસ નોંધાયા હતા, રાજકોટ, સુરત અને વડોદરા કોર્પોરેશનમાં 2-2 દર્દીઓ નોંધાયા છે. 


વધતા કેસોને કારણે વધી ચિંતા 

હાલ ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. અનેક લોકો શર્દી-ઉધરસનો શિકાર બન્યા છે. તાવ પણ આવી રહ્યો છે. વાયરલના શિકાર લોકો બની રહ્યા છે. વાયરલના કેસ સતત વધી રહ્યા છે. કોરોના કેસમાં પણ છેલ્લા ત્રણ-ચાર દિવસોથી ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોનાથી સંપૂર્ણ છૂટકારો મળ્યો નથી. કોરોનાનો સબ વેરિયન્ટે પણ ચિંતા વધારી છે. રાજ્યમાં કોરોનાના નવા 30 કેસ નોંધાયા છે. ત્યારે વધતા કોરોના કેસે ચિંતા વધારી છે. દરેક લોકોએ આવી પરિસ્થિતિમાં સાવચેતી રાખવાની જરૂર છે.  




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?