એક તરફ ઉત્તરાખંડના જોશીમઠની પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે તો બીજી તરફ જોશીમઠ જેવી પરિસ્થિતિનું નિર્માણ મધ્યપ્રદેશના નર્મદાપુરમાં બનવા જઈ રહી છે. નર્મદાપુરમમાં પણ જમીન ધીરે-ધીરે ધસી રહી છે. નર્મદા નદીના મોજા જ્યારે ઘાટને ભટકાય છે જેને કારણે જમની ધસી રહી છે. ઉપરાંત નર્મદાના કિનારા પર વસેલા મકાનોમાં પણ થોડી થોડી તિરાડો જોવા મળી રહી છે.
નર્મદાપુરમમાં પણ સર્જાઈ શકે છે જોશીમઠ જેવી પરિસ્થિતિ
જોશીમઠમાં ભૂસ્ખલન થઈ રહ્યું છે. અંદાજીત 700થી વધારે મકાનોમાં તિરાડો પડવાના સમાચાર આવ્યા છે. ઘર અસુરક્ષિત થવાને કારણે સ્થાનિકોને બીજી જગ્યા પર શિફ્ટ કરવામાં આવ્યા છે. ઉપરાંત ઈમારતોને તોડવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. ઘર તૂટવાની પરિસ્થિતિ પર આવી ગયા છે જેને કારણે લોકો દુખી થઈ રહ્યા છે. ત્યારે જોશીમઠ જેવી પરિસ્થિતિ મધ્યપ્રદેશના નર્મદાપુરમાં બની રહી છે. ત્યાં પણ ધીરે ધીરે જમીન ધસી રહી છે.
મકાનોમાં તિરાડો પડવાની થઈ ગઈ છે શરૂઆત
મધ્યપ્રદેશમાં આવેલી નર્મદા નદી પર આવેલા ઘાટોને નુકસાન પહોંચી રહ્યું છે. નદીમાં આવતી ભરતીને કારણે નદી ઘાટને સ્પર્શે છે જેને કારણે જમીન ધસતી જાય છે. વિવેકાનંદ ઘાટ, મંગલવારા ઘાટ અને નાગેશ્વર મંદિર સહિતના ઘાટોને નુકસાન પહોંચી રહ્યું છે. તિરાડો પડી રહી છે. અનેક ઘરોમાં તિરાડો પડવાની શરૂઆત થઈ ગઈ છે. તિરાડો પડવાને કારણે લોકોમાં ભય વ્યાપી ગયો છે. જ્યારે પણ વરસાદ થાય છે તે સમય દરમિયાન ઘરમાં પાણી ટપકે છે. ઉપરાંત વિવેકાનંદ ઘાટમાં સ્થિત ઘરો ધીરે ધીરે ધસી રહ્યા છે. વરસાદના પાણીથી બચવા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ કોઈ અર્થ રહેતો નથી. જોશીમઠમાં આવી સ્થિતિનું નિર્માણ થયા બાદ પણ અધિકારીઓ આ વાતને ગંભીરતાથી લે તે જરૂરી બન્યું છે.