ભારતીય વાયુ સેના અને ભારતીય થલ સેનાએ સંયુક્ત કવાયતના ભાગરુપે એક મિશન સફળતાપૂર્વક હાથ ધર્યું હતું. આ જે ગરુડની જેમ હવામાં તરી રહ્યા છે તે આપણા ગરૂડ કમાન્ડો છે.
ભારતના પૂર્વ સેક્ટરમાં C-130J હેલિકોપ્ટરમાંથી આર્મી પેરા સ્પેશિયલ ફોર્સીસ અને ગરુડના કમાન્ડોએ કૂદકો લગાવ્યો હતો. આ સંયુક્ત ઓપરેશન એક કોમ્બેટ ફ્રી ફૉલ મિશન હતું જે આપણા જવાનોએ સફળતાપૂર્વક પૂરું પાડ્યું હતું. મેઘાલયની રાજધાની શિલોંગના ડીફેન્સ PROએ સમગ્ર માહિતી આપી હતી.
કોણ હોય છે ગરૂડ કમાન્ડો?
ગરૂડ કમાન્ડો ભારતીય વાયુસેનાનું વિશેષ દળ છે. ગરુડ કમાન્ડોની સ્થાપના વર્ષ 2004ના સપ્ટેમ્બર માસમાં થઈ હતી. ગરુડ કમાન્ડોમાં 1500 જેટલા જવાનો હાલ સેવા આપે છે. હિન્દુ ધર્મના પૌરાણિક કથાઓમાંના દિવ્ય પક્ષીના કારણે આ દળનું નામ ગરૂડ કમાન્ડો રખાયું છે.