સુરતમાં એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. સારવાર માટે હોસ્પિટલ તેમને ખસેડવામાં આવ્યા છે પરંતુ ટૂંકી સારવાર બાદ પત્ની અને પુત્રીનું મોત થયું છે જ્યારે પિતા અને પુત્રની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. આર્થિક સંકડામણને કારણે પરિવારે આ પગલું લીધું હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઝેરી દવા પીધા બાદ રત્નકલાકારે પિતારાઈને ફોન કર્યો અને તેમના સંતાનને સાચવી લેવા કીધું.
પિતા અને પુત્રની હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર!
આપઘાત કરનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જીવનથી હારીને લોકો મોતને વ્હાલું કરી રહ્યા છે. ત્યારે આર્થિક સંકડામણને કારણે સુરતમાં એક પરિવારે જીવન ટૂંકાવ્યું છે. પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે આ મામલે મળતી માહિતી અનુસાર પત્ની અને પુત્રીનું મોત થઈ ગયું છે જ્યારે પિતા અને પુત્રની હાલત ગંભીર છે. ઘટનાની જાણ થતાં પરિવારના અન્ય સભ્યો ત્યાં દોડી આવ્યા હતા અને તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ચાર વ્યક્તિમાંથી બે વ્યક્તિના મોત થઈ ચૂક્યા છે જ્યારે બે લોકોની સારવાર ચાલી રહી છે. બંનેની તબિયત નાજુક છે તેવા સમાચાર મળી રહ્યા છે.
પરિવારમાં ફરી વળી શોકની લાગણી!
કામની શોધમાં અનેક પરિવારો સ્થાળાંતર કરતા હોય છે. કામની અપેક્ષા સાથે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વતની સુરત આવ્યા હતા. સુરતમાં પરિવાર સાથે સરથાણા વિસ્તારમાં રહેતા હતા અને રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા. પરંતુ બજારમાં મંદી હોવાને અને આર્થિક સંકડામણને કારણે રત્ન કલાકારના પરિવારે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમાંથી બે લોકોના મોત થઈ ગયા છે અને બે લોકોની હાલત ગંભીર છે. પિતા અને પુત્રની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર પરિવારના બે સભ્યો બહાર હોવાથી તે બચી ગયા છે. પરિવારમાં એક પુત્રી અને એક પુત્ર પણ છે અને તે બહારગામ ગયા હતા. ચાર સભ્યો દ્વારા લેવામાં આવેલા પગલાને કારણે પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી ઉઠી છે.