વડોદરાનાં વિખ્યાત યુનાઇટેડ ગરબામાં ભારે હોબાળો:ગાયક અતુલ પુરોહિત પર પથ્થર મારો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 10:52:55

યુનાઈટેડ વે ઓફ બરોડા ગરબા ગ્રાઉન્ડ ખાતે વિરોધ પ્રદર્શન; અતુલ પુરોહિત પર પથ્થર ફેંકાની ઘટના સામે આવી છે.ખેલૈયાઓનું કહેવું છે કે બે દિવસથી ગ્રાઉન્ડમાં મોટા પથ્થરો છે જેને લઈને અમને ગરબા રામવામાં અડચણ પડી રહી છે અમે મોટી રકામ ચૂકવી પાસ લઈને રમવા આવીએ છીએ.છતાં આ આયોજકો આવી બેદરકારીથી વંચિત છે.ખેલૈયાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

  

વડોદરા: યુનાઇટેડ વે ઓફ બરોડા નવરાત્રી 2022 ના ગરબા ગ્રાઉન્ડમાં હાજર હજારો ખેલૈયાઓએ ગરબા ગ્રાઉન્ડ પર ઘણા બધા પથ્થરો હોવાની સામૂહિક ફરિયાદ કર્યા બાદ પોલીસ ગ્રાઉન્ડ પર પહોંચી હતી.


ખેલૈયાઓએ નવરાત્રિની પહેલી રાત્રે પણ જમીન પર પત્થરો હોવાની ફરિયાદ કરી હતી. તેઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા... 'પથ્થર. પથ્થર.

ખેલૈયા: નવરાત્રિની બીજી રાત સુધીમાં આ સમસ્યાનો ઉકેલ આવી જશે એમ પણ કહેવામાં આવ્યું હતું. જો કે બીજી રાત્રે પણ, તેઓએ જોયું કે જમીન પર પથ્થરો હટાવાયા નથી.

A Navratri experience in vibrant Vadodara - Savaari Blog

ગરબા પ્રેમીઓ ખુલ્લા પગે ગરબા રમે છે અને તેથી ગરબા ગ્રાઉન્ડની સંપૂર્ણ સફાઈ તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે આ વર્ષે નવરાત્રિની પહેલી અને બીજી રાત્રે આયોજકો પહેલીવાર આ મુદ્દાને ઉકેલવામાં નિષ્ફળ રહ્યા છે. ગરબા પ્રેમીઓ કે જેમણે ખૂબ જ મોંઘા સિઝન પાસ ખરીદ્યા છે તેઓએ રિફંડની માંગણી કરી કે જમીન પરના પથ્થરોને કારણે તેમની નવમાંથી બે રાત વેડફાઈ ગઈ હતી.


ગાયક અતુલ પુરોહિત કે જેઓ દર વર્ષે આ ગરબા ગ્રાઉન્ડ પર તેમના મ્યુઝિકલ ગ્રૂપ સાથે પર્ફોર્મ કરે છે, હાથમાં માઈક લઈને ઉભા થયા અને કહ્યું કે પહેલીવાર ગરબા પ્રેમીઓએ તેમને નિશાન બનાવીને પથ્થર ફેંક્યો હતો અને તે તેમના કપાળ પર વાગ્યો હતો. પુરોહિતે યુવાનોને સંબોધતા કહ્યું કે જો મેદાનની સફાઈ યોગ્ય રીતે નહીં થાય તો તેઓ નવરાત્રીની ત્રીજી રાત્રે ગાવાનું શરૂ નહીં કરે.

Atul Purohit Live 2022

હજારો યુવાનોએ વિરોધ કરવાનું ચાલુ રાખ્યું હોવાથી, માંજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ખેલૈયાઓને તેમનો વિરોધ છોડી દેવા કહ્યું. જો કે ભીડ હટતી ન હતી અને રિફંડની માંગ કરવાનું ચાલુ રાખ્યું હતું. યુવકોએ પોલીસને જણાવ્યું કે નવરાત્રીની પહેલી રાત્રે પણ તેઓએ આ મુદ્દે ફરિયાદ કરી હતી પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો. ખેલૈયા હવે માત્ર રિફંડ ઇચ્છે છે,આયોજકોએ જાહેરાત કરી કે રિફંડના મુદ્દા માટે, આવતીકાલે દિવસના ગ્રાઉન્ડની બહારની ટિકિટ વિન્ડો પર સંપર્ક કરી શકશો. પોલીસે યુવાનોમાંથી એક પ્રતિનિધિને સ્ટેજ પર બોલાવ્યો અને તેને સાંભળ્યો પોલીસે તમામ વાતો સાંભળી આ મુદ્દે ફરિયાદો સાથે માંજલપુર પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું.




અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.