શનિવાર આટલે 5 નવેમ્બરના દિવસે દક્ષિણ મુંબઈના ચર્ચગેટ વિસ્તારની ફેશન સ્ટ્રીટની કેટલીક દુકાનોમાં મોટી આગ ફાટી નીકળી હતી . આગની જાણ થતાજ ફાયરબ્રિગેટની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા અને આગને કાબૂમાં લેવામાં સફળ રહ્યા હતા; આ ઘટનામાં ફેશન સ્ટ્રીટ પરની કેટલીક દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી.
#WATCH | Maharashtra: Fire broke out at 10-12 shops at Fashion Street in Mumbai today. It has now been extinguished. No casualties/injuries reported. pic.twitter.com/IboH8OMEkI
— ANI (@ANI) November 5, 2022
બીએમસીના જણાવ્યા અનુસાર, મુંબઈની ફેશન સ્ટ્રીટની દુકાનોમાં આગ લાગવાની માહિતી શનિવારે મળી હતી અને ત્યારબાદ ફાયર ટેન્ડરોને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. મુંબઈ ટ્રાફિક પોલીસે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી પરિસ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી ફેશન સ્ટ્રીટને ટ્રાફિક માટે અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે.
A fire has broken out at Fashion Street, South Mumbai. @mybmc Fire Brigade is at the spot.
— Mumbai Traffic Police (@MTPHereToHelp) November 5, 2022
The road is temporarily closed for traffic till the situation is brought to order.#MumbaiUpdates
ફેશન સ્ટ્રીટમાં વધુ કપડાંની દુકાન હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઈ હતી અને વિડીઓમાં ફેશન સ્ટ્રીટ વિસ્તારમાંથી નીકળતો ગાઢ કાળો ધુમાડો દેખાઈ રહ્યો છે અને તેમ ઘણી દુકાનોમાં નુકશાન થયું છે.