ભરૂચ જીઆઈડીસીમાં આવેલી પ્લાસ્ટિકની કંપનીમાં લાગી ભીષણ આગ, અનેક કિલોમીટર દૂર સુધી દેખાયા હતા ધૂમાડા!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-22 10:43:37

આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આગ લાગવાને કારણે અનેક વખત મોટા પાયે નુકસાન થતું હોય છે. ત્યારે વહેલી સવારે ભરૂચ જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના બની છે વહેલી સવારે નર્મદા પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ લાગી હતી જેને કારણે અફરા તફરી ભર્યો માહોલ સર્જાયો હતો. વેરહાઉસમાં લાગેલી આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે અનેક કિલોમીટર દૂરથી ધૂમાડા દેખાતા હતા. આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડની અનેક ટીમો આવી પહોંચી હતી.

 


પ્લાસ્ટિકની કંપનીમાં લાગી ભીષણ આગ 

આગ લાગવાને કારણે અનેક લોકોના જીવ જતા હોય છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આગના કિસ્સાઓ છે જેને કારણે મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે ઉપરાંત જાનહાની પણ થાય છે. ત્યારે બુધવારે વહેલી સવારે ભરૂચ જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી હતી. નર્મદા પ્લાસ્ટિક કંપનીના વેરહાઉસમાં ભીષણ આગ લાગતા  ફાયર વિભાગની ટીમ ત્યાં દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચાલુ રખાયો હતો. મળતી માહિતી અનુસાર વેરહાઉસમાં રહેલા પ્લાસ્ટિક મેટ્રોકેમ મટીરીયલને કારણે આગ ઝડપથી પ્રસરી રહી હતી જેને કારણે આગ પર કાબુ મેળવવો એક પડકાર સ્વરૂપ હતું. મળતી માહિતી અનુસાર આગ લાગવાને કારણે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.   


સતત બીજા દિવસે જીઆઈડીસીમાં બન્યો આગ લાગવાનો બનાવ  

મહત્વનું છે કે મંગળવારે પણ જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના બની હતી. ત્યારે બુધવારે પણ જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે. પ્લાસ્ટિકની કંપનીમાં કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી. આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડની પાંચ જેટલી ટીમો ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. વિકરાળ આગ હોવાને કારણે વેરહાઉસ નજીક રહેલા વાહનો પણ આગના લપેટામાં આવી ગયા હતા.   



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...