સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. પાંચ માળની હાઈ રાઈસ બિલ્ડીંગમાં એકાએક આગ લાગતા અનેક જીંદગીઓ જીવતી હોમાઈ છે. એક રિપોર્ટ અનુસાર આ દુર્ઘટનામાં 73 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બાળકો પણ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે. આ દુર્ઘટના ભારતીય સમય અનુસાપ સવારે પાંચ વાગ્યાની આસપાસ બની હતી. ઘટનાની જાણ થતાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા છે.
બહુમાળી ઈમારતમાં લાગી ભીષણ આગ
આગ લાગવાની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા ટ્રેનના એક કોચમાં અચાનક આગ લાગી હતી જેમાં અનેક લોકોના મોત થયા છે. ત્યારે ફરી એક વખત આગ લાગવાની ઘટના સામે આવી છે. આ વખતે બનેલી આગની ઘટના દક્ષિણ આફ્રિકામાં બની છે. બહુ માળી ઈમારતમાં આગ લાગી હતી જેમાં અનેક લોકોના મોત થયા છે. જોહાનિસબર્ગમાં 5 માળની ઇમારતમાં લાગેલી આગમાં 73 લોકોના મોત થયા છે. જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. અલજઝીરાના અહેવાલ મુજબ 40 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં હજી પણ મૃત્યુઆંક વધવાની શક્યતા છે. બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં ગુરૂવાર સવારે આગ લાગી હતી.
જે બિલ્ડીંગમાં આગ લાગી ત્યાં રહેતા હતા આ લોકો
આગ લાગવાની ઘટનાની જાણ થતાં રેસ્ક્યુની કામગીરી તરત શરૂ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લેવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. લોકોને વિવિધ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સારવાર અર્થે. એવા પણ સમાચારો સામે આવ્યા છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘરવિહોણા લોકો આ બિલ્ડીંગમાં રહેતા હતા. ત્યાં રહેતા લોકોએ સત્તાવાર રીતે કોઈ કરાર કર્યો ન હતો. કયા કારણોસર બિલ્ડીંગમાં આગ લાગી તે જાણી શકાયું નથી. ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગની ટીમને સફળતા મળી હતી.