સુરતમાં બની હૃદયકંપાવી દે તેવી ઘટના, નવજાતને માતાએ નીચે ફેંક્યું


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-13 14:44:32

સુરતના મગદલ્લામાં બનેલી ઘટનાએ તમામ લોકોને હચમચાવી દીધા છે. પાંચ કુટીર સ્ટ્રીટમાં મૃત અવસ્થામાં નવજાત બાળકી આવ્યું હતું. જેને કારણે સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસમાં લાગી ગઈ છે. તપાસ દરમિયાન ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. નવજાત બાળકને ઉપરથી નીચે ફેકવામાં આવ્યું છે તેવું દેખાઈ રહ્યું છે. સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને નવજાત બાળકના માતા સુધી પહોંચી ગઈ. 



ઘટનાના સીસીટીવી આવ્યા સામે 

અનેક વખત નવજાત બાળકને ત્યજી દેવાની ઘટના સામે આવતી હોય છે. કોઈ રસ્તા પર મૂકી આવે છે તો કોઈ કચરા પેટીમાં મૂકી આવે છે. ત્યારે સુરતમાં એવવી ઘટના બની છે જેમાં નવજાત બાળકને ઉપરથી નીચે ફેંકી દેવામાં આવ્યો છે. સ્થાનિકોને ત્યજી દેવાલેયું બાળકને જોઈ પોલીસને જાણ કરી હતી. પોલીસે 108ની ટીમને ઘટનાસ્થળે બોલાવી જ્યાં બાળકને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. પોલીસ આ અંગે તપાસ કરી રહી હતી તે દરમિયાન ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા. 


પોલીસે માતાની કરી ધરપકડ

આ ઘટનાની તપાસ પોલીસ કરી રહી હતી. આ ઘટનાને લઈ ડીસીપીએ માહિતી આપતા કહ્યું હતું કે આ ગુન્હાનો ભેદ ઉકેલવા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ઉંડાણપૂર્વક તપાસ કરશે. પોલીસે ત્યજી ગયેલા બાળકની માતાની અટકાયત કરી છે. પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે નિષ્ઠુર માતાએ કહ્યું કે આરોપીના તેની બહેનપણીના મિત્ર સાથે સંબંધો હતા અને એ સંબંધોમાં આ બાળકનો જન્મ થયો હતો. પોતાના પાપને છુપાવા આ બાળકને ઉપરથી નીચે ફેંક્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. આરોપી સાથે જેણે સંબંધ બાંધ્યા હતા તેની પણ પોલીસ તપાસ કરી રહી છે. 

આપણા વડીલો કહેતા હતા કે પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા થતી નથી. પોતાના બાળક સાથે કદી માતા ખોટું કરતી નથી. પરંતુ સમય બદલાઈ રહ્યો છે. માતા પોતાના સંતાનને ત્યજી રહી છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?