કેરળમાં બની હૃદય હચમચાવી દે તેવી ઘટના, સામાન્ય બાબતને લઈ એક પેસેન્જરે ત્રણ લોકોને જીવતા ફૂંક્યા!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-03 12:25:37

કેરળથી એક સમાચાર સામે આવ્યા છે તમને હચમચાવી દે તેવા છે. ચાલતી ટ્રેનમાં એક વ્યક્તિએ પાસે રહેલા યાત્રીઓને પેટ્રોલ નાખી સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનામાં ત્રણ જેટલા લોકોના મોત થઈ ગયા છે જેમાં એક મા-દીકરીના મોત થયા છે. આ ઘટનામાં લગભગ 8 જેટલા લોકો ઘાયલ થયા છે. બંને લોકોના મૃતદેહ અલાથુર રેલ્વે સ્ટેશન નજીક પાસેથી મળી આવ્યા હતા. આ ઘટના બાદ અફરા-તફરી મચી ગઈ હતી.

             

ત્રણ જેટલા લોકોના થયા મોત 

ટ્રેનમાં મુસાફરી દરમિયાન અનેક વખત નાની વાતને લઈ બાજુમાં બેઠેલા પેસેન્જર સાથે બોલાચાલી થતી હોય છે. ત્યારે આવી જ નાની વાતને કારણે કેરળમાં 3 જેટલા લોકોના મોત થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર ટ્રેનમાં ચઢવાની બાબતને લઈ પેસેન્જરો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ વાતને ધ્યાનને લઈ એક પેસેન્જરે બીજા પેસેન્જરો પર પેટ્રોલ નાખી દીધું અને આગ ચાપી દીધી હતી. જ્યારે અન્ય લોકો પેસેન્જરને બચાવવા ગયા તે દરમિયાન અન્ય પેસેન્જરો પણ દાઝી ગયા હતા. મળતી માહિતી અનુસાર આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં 9 જેટલા લોકો ઘાયલ પણ થયા છે. પોલીસે આ મામલે તપાસ કરી રહી છે. મરનારમાં એક મહિલા, છોકરી અને પૂરૂષનો સમાવેશ થાય છે. અન્ય લોકોને સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.    


આરોપીની શોધખોળમાં લાગી પોલીસ 

પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના રવિવાર રાત્રે પોણા દસ વાગ્યાની આસપાસ બની હતી. ટ્રેને જેમ  જ કોઝિકોડ ક્રોસ કર્યો, તો બંને લોકો વચ્ચે કોઈ વાતને લઈ ઝઘડો શરૂ થઈ ગયો. ઝઘડો એટલો ભયંકર થયો કે એક પેસેન્જરે બીજા પેસેન્જરને મારવાની કોશિશ કરી દીધી હતી. આ ઘટનામાં 3 જેટલા લોકોના મોત થઈ ગયા છે. આ ઘટના બાદ ટ્રેનના અન્ય મુસાફરોએ ટ્રેનની ચેઈન ખેંચી. પોલીસે વધુ જાણકારી આપતા જણવ્યું કે મહિલા અને બાળક ટ્રેનથી લાપતા થઈ ગયા છે. મૃતકોના મૃતદેહ પોલીસને રેલવે ટ્રેક પર મળી આવ્યા હતા. ત્યારે સીસીટીવીના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.   


વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..