ગીર સોમનાથ જિલ્લાના ગીર ધાવા ગામની હૈયું હચમચાવી દેતી ઘટના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 18:46:06

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગીર ધાવા ગામે નવમાં ધોરણમાં ભણતી ધ્રુવા અકબરી નામની દીકરીની આઠમાં નોરતે બલિ ચડાવી હોવાની સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે.

પિતાને હતું દિકરીને માયા છે

સગા બાપે પોતાની દીકરીની બલિ ચડાવી હોવાની ચર્ચા ચાલી રહી છે. દિકરીના પિતાને એવું હતું કે તેની દિકરીને માયા છે. તેની દિકરી શક્તિશાળી છે. પિતાને એવું હતું કે તેની દિકરીની હત્યા કરીએ તો પણ તે મરશે નહીં. અખતરા માટે તેમણે પોતાની દિકરીને મારી નાખી હતી પણ દિકરી જીવતી ના થઈ તો ત્રણ દિવસ બાદ ચૂપચાપ અગ્નિસંસ્કાર કરી દિધા હતા. પિતાએ સગીરાને મંત્ર વિદ્યાથી જીવિત કરવા પ્રયાસોની કર્યાની ચર્ચા ચાલી રહી છે. સગીરા જીવિત ના થતાં આખરે સગીરાના મૃતદેહને સળગાવી દેવાયો હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્રણ મહિના અગાઉ દિકરી સુરત છોડી ગામની શાળામાં એડમિશન અપાવ્યું હતું. ઘટનાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર ફેલાયો હતો. સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલિસ ઘટના સ્થળે પહોંચી હતી.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?