અમદાવાદમાં બની દિલને હચમચાવી દે તેવી ઘટના, દસમા માળેથી નવજાત બાળકને નીચે ફેંક્યો! બાળકની હત્યા અંગે પોલીસ કરી રહી છે તપાસ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-19 14:36:34

નવજાત બાળકની હત્યા કરવાની ઘટના અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બની છે. મળતી માહિતી અનુસાર બાળકને 10માં માળથી નીચે ફેંકી દેવામાં આવ્યું છે. આ ઘટના ચાંદખેડાની સ્કાય વોક એપાર્ટમેન્ટમાં બની છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. આ ઘટનાને લઈ પોલીસ તપાસ કરી રહી છે કે આ નવજાત બાળકીની હત્યા કોણે કરી તેમજ આ હત્યા કેમ કરવામાં આવી? 


નવજાત બાળકને દસમા માળેથી નીચે ફેંક્યો! 

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં દિલને મચમચાવી દે તેવી ઘટના બની હતી. આપણી સામે એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં નવજાત બાળકોને ત્યજી દેવાય છે. ત્યારે દસમા માળેથી બાળકને નીચે ફેંકવાની માહિતી સામે આવી છે. નવજાત બાળકો પર લોકો પ્રેમ વરસાવતા હોય છે. બાળકને પોતાથી નજીક રાખે છે. બાળકો પર જાન વરસાવતા હોય છે ત્યારે આવી ઘટના શા માટે બની તે જાણી શકાયું નથી. ત્યારે ચાંદખેડાના સ્કાય વોક એપાર્ટમેન્ટમાં આ ઘટના બની છે. પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. બાળકના હત્યારાને શોધવા પોલીસ પ્રયાસ કરી રહી છે.         



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...