'ધ કેરાલા સ્ટોરી' બોક્સઓફિસ પર ધૂમ કમાણી કરી રહી છે. અનેક રાજ્યોમાં ફિલ્મને ટેક્સફ્રી કરવામાં આવી હતી. ત્યારે ફિલ્મ પર પશ્ચિમ બંગાળે પ્રતિબંધ મૂકી દીધો હતો. તે સિવાય તમિલનાડુ સરકારે પણ પ્રતિબંધ મૂકી દીધો હતો. ત્યારે આ મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં તમિલનાડુ સરકારે જવાબ આપ્યો કે સરકારે સિનેમા ઘરોના માલિકોને ફિલ્મ ન બતાવા માટે દબાણ કર્યું નથી. સરકારના જણાવ્યા અનુસાર ફિલ્મમાં મોટા અભિનેતાઓ ન હોવાને કારણે અને અન્ય અનેક કારણોને લઈ થિયેટરના લોકો ખુદ ફિલ્મ નથી બતાવી રહ્યા.
સુપ્રીમ કોર્ટમાં તમિલનાડુ સરકારે આપ્યો જવાબ!
સુપ્રીમ કોર્ટમાં ધ કેરાલા સ્ટોરીના નિર્માતા દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટએ કહ્યું કે જ્યારે દેશના બીજા રાજ્યોમાં ફિલ્મ શાંતિથી જોવાઈ રહી છે તો પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં ફિલ્મ પર બેન કેમ લગાવામાં આવ્યો? સુપ્રીમ કોર્ટમાં સરકારે જવાબ આપ્યો છે.
ફિલ્મ ન બતાવા માટે સરકારે નથી કર્યું દબાણ - તમિલનાડુ સરકાર
5 મેના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ધ કેરાલા સ્ટોરીને લઈ વિવાદ ચાલી રહ્યો છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. પશ્ચિમ બંગાળ સરકારે ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો છે. તો તમિલનાડુ સરકારનો મામલો પણ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. દર્શકોને આ ફિલ્મ ગમી રહી છે. બોક્સ ઓફિસ પર ફિલ્મ સારી કમાણી કરી રહી છે. ત્યારે સુપ્રીમ કોર્ટમાં તમિલનાડુ સરકારે જવાબ આપ્યો છે. સરકારે કહ્યું કે સરકારે સિનેમા ઘરોના માલિકોને ફિલ્મ ન બતાવા માટે દબાણ કર્યું નથી.
પાંચ મેના રોજ ફિલ્મ થઈ હતી રિલીઝ!
સરકારે જવાબ આપતા કહ્યું કે ફિલ્મ નિર્માતાએ ખોટું નિવેદન આપ્યું છે કે રાજ્ય સરકારે ફિલ્મની સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. તમિલનાડુ સરકારે દાખલ કરેલા પોતાના હલફનામાં બતાવ્યું કે ફિલ્મ ડાયરેક્ટરની આ દલીલ ખોટી છે કે રાજ્યમાં ફિલ્મ બતાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ફિલ્મ ન બતાવા પર સરકારે રોક નથી લગાવી અને સ્ક્રીનિંગ પર રોક પણ નથી લગાવી. પાંચ મેના રોજ રિલીઝ થયેલી ફિલ્મ 7 મેથી થિયેટરોમાંથી હટાવી દેવામાં આવી છે.