ગુરુગ્રામના સ્ટાર્ટઅપે અમદાવાદની એન્જિનિયરિંગ કોલેજના 124 વિદ્યાર્થીઓ સાથે આચરી છેતરપિંડી, રૂ. 2.5 કરોડની લીધી લોન


  • Published By :
  • Published Date : 2023-11-27 18:55:36

ગુજરાતના 100 થી વધુ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડીનો મોટો કિસ્સો સામે આવ્યો છે. આમાં ગુરુગ્રામના એક સ્ટાર્ટઅપે પહેલા કેમ્પસ પ્લેસમેન્ટ દ્વારા પ્રોબેશન તરીકે નોકરી આપી અને પછી વિદ્યાર્થીઓના નામે બેંકમાંથી લોન લીધી હતી. આ લોન એજ્યુકેશન લોન તરીકે લેવામાં આવી હતી. વર્ક ફ્રોમ હોમ દ્વારા સ્ટાર્ટઅપમાં કામ કરતા વિદ્યાર્થીઓને આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે તેઓને બેંક તરફથી ઈએમઆઈ (હપતો) ભરવાના મેસેજ આવવા લાગ્યા. આ પછી, જ્યારે વિદ્યાર્થીઓએ પ્લેસમેન્ટ પ્રતિનિધિઓ સાથે વાત કરી તો તેઓએ કહ્યું કે લોનની રકમ થોડા દિવસોમાં તેમના પગારમાં એડજસ્ટ કરી દેવામાં આવશે, જો કે તે વિદ્યાર્થીઓને હજુ સુધી ન તો પગાર આપવામાં આવ્યો છે કે ના તો કોઈ રકમ ભરપાઈ કરી આપી છે. આ વિદ્યાર્થીઓ સાથે સૌથી ખરાબ બાબત એ બની છે હજુ સુધી પોલીસે આ મામલે ફરિયાદ પણ નોંધી નથી.


સ્ટાર્ટઅપે ડિજિટલ હસ્તાક્ષર લીધા હતા  


ગુરુગ્રામના સ્ટાર્ટઅપમાં કામ કરતા વિદ્યાર્થીઓનો આ મામલો અહીં જ અટક્યો નથી. 5,000 રૂપિયાની EMI વિદ્યાર્થીઓના પગારમાંથી તેમના ખાતામાંથી આપોઆપ કપાઈ (ઓટો ડિડક્ટ ) જવા લાગી હતી. ગુરુગ્રામના એક સ્ટાર્ટઅપની છેતરપિંડીનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ અમદાવાદના સોલામાં આવેલી એન્જિનિયરિંગ કૉલેજના છે. આ બધું પ્લેટગ્રુપ જૂથોમાં થયું. સ્ટાર્ટઅપ તરફથી ઘણા બધા દસ્તાવેજો અને કરારો પછી, આ તમામ વિદ્યાર્થીઓ પાસેથી ડિજિટલ હસ્તાક્ષર લેવામાં આવ્યા હતા. જ્યારે સ્ટાર્ટઅપની છેતરપિંડીનો શિકાર બનેલા ઓટોમોબાઈલ એન્જિનિયર અલવાઝ પઠાણે અમદાવાદના શાહપુર પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલાની ફરિયાદ નોંધાવી ત્યારે પોલીસે કહ્યું કે આ કોઈ હુમલાનો કેસ નથી, પણ એક સિવિલ કેસ છે. આ સ્ટાર્ટઅપે વિદ્યાર્થીઓના દસ્તાવેજો અને ડિજિટલ સહીનો દુરુપયોગ કરીને દરેક વિદ્યાર્થીના નામે 2.10 લાખ રૂપિયાની એજ્યુકેશન લોન લીધી છે. અલવાઝ પઠાણે આ ફર્મમાંથી નોકરી છોડી દીધી પરંતુ બાદમાં તેને જાણ થઈ કે, 2021થી 2023 વચ્ચેની બેચમાંથી ગ્રેજ્યુએટ થયેલા વધુ 100 વિદ્યાર્થીઓને પણ આ રીતે નોકરી પર રાખીને આ કંપની ઠગ્યા છે.


એક વર્ષ બાદ કાયમી કરવાના હતા


પોલીસને આપેલી ફરિયાદ મુજબ, સોલા સ્થિત એન્જિનિયરિંગ કોલેજના કેટલાક જૂથોમાં વર્ષ 2021 માટે પ્લેસમેન્ટ કરવામાં આવ્યું હતું. આ પછી વિદ્યાર્થીઓને ઘરેથી કામ આપવામાં આવ્યું હતું. સ્ટાર્ટઅપ કન્સલ્ટન્સીનું કામ કરે છે. પસંદગી દરમિયાન વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું હતું કે એક વર્ષ પછી તેમની નોકરીઓ કાયમી થઈ જશે, પરંતુ વિદ્યાર્થીઓનું પ્રોબેશન પૂરું થતાં જ તેમને EMI ભરવા માટેના મેસેજ શરૂ થયા હતા. બાદમાં આ રકમ તેમના બેંક ખાતામાંથી કપાવા લાગી હતી.


પોલીસે  FIR નોંધી નહીં


અલવાજ પઠાણના વકીલ ઈર્શાદ મન્સૂરીના જણાવ્યા અનુસાર, પઠાણના વકીલે પહેલા કોલેજ જે વિસ્તારમાં એટલે કે સોલામાં આવી છે ત્યાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે  સંપર્ક કર્યો હતો.પરંતુ તેઓએ ફરિયાદ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. આ પછી તેમણે સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો હતો, જો કે તેમણે પણ એફઆઈઆર નોંધી ન હતી. હવે ફરિયાદ શાહપુર પોલીસને મોકલવામાં આવી છે, તેઓએ પણ હજુ સુધી FIR નોંધી નથી. મન્સૂરીએ કહ્યું કે એન્જિનિયરિંગ કોલેજના 124 વિદ્યાર્થીઓના નામે 2.5 કરોડ રૂપિયાથી વધુની લોન લેવામાં આવી છે. આ મામલે ગુજરાત પોલીસે હજી સુધી ફરિયાદ નથી નોંધી કારણકે તેમનું કહેવું છે કે, આ સિવિલ કેસ છે.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.