અમરનાથના દર્શને ગયેલા ગુજરાતીનું થયું નિધન, માઈનસમાં તાપમાન હોવાને કારણે બગડી તબિયત, અને પછી લીધા અંતિમ શ્વાસ,જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-09 14:09:50

અમરનાથ યાત્રાને હિંદુ ધર્મમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. અનેક શિવભક્તો અમરનાથના દર્શને જતા હોય છે. ત્યારે હાલ પણ અમરનાથ યાત્રા ચાલી રહી છે. પરંતુ ખરાબ હવામાનને કારણે છેલ્લા અનેક દિવસોથી અમરનાથ યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. ભારે વરસાદ તેમજ ભૂસ્ખલનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ યાત્રા રોકી દેવામાં આવી હતી. હવામાન સારૂ થતાં યાત્રાને ફરી એક વખત શરૂ કરવામાં આવી છે. ત્યારે વરસાદને કારણે તેમજ પર્વતો હોવાને કારણે ત્યાં ભયંકર ઠંડી પડતી હોય છે. ત્યારે અસહ્ય ઠંડી પડવાને કારણે ગુજરાતથી ગયેલા એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. જે વ્યક્તિનું મોત થયું છે વડોદરાના રહેવાસી હતા. 


ખરાબ હવામાનને કારણે રોકાઈ હતી યાત્રા 

દેશના અનેક રાજ્યોમાંથી બાબા બરફાનીના દર્શન કરવા ભક્તો અમરનાથ જતા હોય છે. દર્શનાર્થીઓની સંખ્યા લાખોમાં પહોંચતી હોય છે. ત્યારે ગુજરાતમાંથી પણ અનેક ભક્તો અમરનાથના દર્શને ગયા છે. ભારે વરસાદ તેમજ ભૂસ્ખલન થવાને કારણે હાલ યાત્રાને રોકી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર યાત્રાને ફરી શરૂ કરી દેવામાં આવી છે. બાબા અમરનાથના દર્શન માટે માઈનસ ત્રણ ડિગ્રી તાપમાન ભક્તોને સહન કરવું પડતું હોય છે. ત્યારે ઠંડીને કારણે વડોદરાથી ગયેલા એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. જે વ્યક્તિ શિવધામ પહોંચ્યા છે તેમનું નામ રમણભાઈ પરમાર છે અને તે પોતાના સહકર્મી સાથે અમરનાથ યાત્રાએ નીકળ્યા હતા. 


વધારે પડતી ઠંડી ન કરી શક્યા સહન

પહેલગામથી તેમણે અમરનાથ ચાત્રા શરૂ કરી હતી. પરંતુ ખરાબ હવામાન હોવાને કારણે અમરનાથ યાત્રાને સ્થગિત કરવામાં આવી હતી. દર્શને આવતા ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો હતો. ભક્તોને અધવચ્ચે રોકી દેવાયા હતા. ત્યારે અતિશય પડતી ઠંડી રમણભાઈ સહન ન કરી શક્યા અને તે બીમાર પડી ગયા. તબિયત વધુ બગડવાને કારણે તેમનું મોત નિપજ્યું છે. પરિવારના મોભીના મોતના સમાચાર સાંભળી પરિવાર પર આભ તૂટી પડ્યો હતો.            



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?