અમરનાથના દર્શને ગયેલા ગુજરાતીનું થયું નિધન, પરિવાર થયું શોકમગ્ન, આ કારણથી ગયો મૃતકનો જીવ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-17 14:28:37

અમરનાથ યાત્રાને હિંદુ ધર્મમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. અનેક શિવભક્તો અમરનાથના દર્શને જતા હોય છે. ત્યારે હાલ પણ અમરનાથ યાત્રા ચાલી રહી છે. ખરાબ હવામાનને કારણે અનેક વખત યાત્રાને બંધ પણ રાખવામાં આવી હતી. ગુજરાતથી પણ અનેક ભક્તો અમરનાથની યાત્રાએ ગયા હતા. થોડા સમય પહેલા એક ગુજરાતીનું મોત યાત્રા દરમિયાન થયું હતું ત્યારે ફરી એક ગુજરાતીનું મોત અમરનાથ યાત્રા દરમિયાન થયું છે. બાબા બર્ફાનીના દર્શન કરે તે પહેલા જ પહેલગામની હોસ્પિટલમાં ત્રણ હાર્ટ એટેક આવ્યા જેને કારણે અંતે તેમનું મોત થઈ ગયું છે. પરિવારના સભ્યની આકસ્મિક વિદાયને કારણે પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. 

ગણેશ કદમના ઘરે શોકનો માહોલ.

સતત ત્રણ એટેક આવવાને કારણે થયું મોત

કોરોના બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરે લોકોના મોત હૃદય હુમલાને કારણે થયા છે. ત્યારે વધુ એક યુવાનનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. જે વ્યક્તિનું મોત થયું છે તે અમરનાથની યાત્રા કરવા ગયા હતા. બાબાના દર્શન કરે તે પહેલા જ તેઓ હાર્ટ એટેકના શિકાર બની ગયા. પહેલગામના રૂટથી અમરનાથના દર્શન કરવા પહોંચવાના હતા. પહેલગામમાં અચાનક તેમને ઉલ્ટીઓ શરૂ થઈ જેને લઈ તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમને બે હાર્ટ એટેક આવ્યા હતા પરંતુ ત્રીજો હાર્ટ એટેકે તેમનો જીવ લઈ લીધો. ત્રીજો હાર્ટ એટેક આવતા તેમનું મોત થઈ ગયું. જે વ્યક્તિનું મોત થયું છે તે વડોદરાના રહેવાસી હતા. તેમના મૃતદેહને વડોદરા લાવવામાં આવશે. ગણેશ કદમ પોતાના મિત્ર સાથે અમરનાથની યાત્રા કરવા ગયા હતા.   



ઓક્સિજન ઘટવાને કારણે થયું હતું ગુજરાતીનું મોત   

થોડા દિવસો પહેલા પણ ગુજરાતથી અમરનાથ યાત્રા કરવા પહોંચેલા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. અમરનાથના દર્શન કરવા માટે ભક્તો અનેક વખત કષ્ટ સહન કરવા પડતા હોય છે. અનેક વખત ખરાબ હવામાનને કારણે યાત્રાને રોકી દેવાતી હોય છે. ભારે વરસાદને કારણે તેમજ માઈનસમાં અનેક વખત તાપમાન પહોંચી જતું હોય છે, ત્યારે માઈનસમાં તાપમાન પહોંચવાને તેમજ ઓક્સિજન લેવલ ઘટવાને કારણે એક ગુજરાતીનું મોત ત્યાં થયું હતું. મહત્વનું છે કે હાર્ટ એટેક આવવાના અનેક કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. ક્રિકેટ રમતી વખતે, યોગા કરતી વખતે લોકો કાળનો કોળિયો બની રહ્યા છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?