27 વર્ષથી બસ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ગુજરાતી ડ્રાઈવરને કરાશે સન્માનિત! રાષ્ટ્રપતિ કરશે ખેરાલુ એસટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઇવરનું સન્માન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-17 16:34:00

કહેવાય છે કે જો તમે પ્રામાણિક્તાથી કામ કરતા હશો તો તેની કદર આજે નહીં તો આવનાર સમયમાં તો થતી જ હોય છે. પ્રામાણિક પણે કરવામાં આવતું કામ તમને નવી ઓળખાણ અપાવતી હોય છે. ત્યારે આવી જ ઘટના ખેરાલુ ડેપોના એસટી ડ્રાઈવર સાથે બની. પોતાની નોકરી દરમિયાન એક પણ દિવસ રજા ન મૂકનાર અને એક પણ અકસ્માત ન કરનાર બસ ડ્રાઈવરનું દિલ્હી ખાતે સન્માન થવાનું છે.ગુજરાતમાંથી રોડ સેફ્ટી એવોર્ડ માટે વડનગરના વતની અને હાલ ખેરાલુ એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા પીરૂભાઈની પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્વારા આ ડાઈવરનું સન્માન કરવામાં આવવાનું છે. તેમની પસંદગી રાષ્ટ્રીયકક્ષાના એવોર્ડ માટે કરવામાં આવી છે.      


પ્રથમ ડ્રાઈવર છે જેનુ રાષ્ટ્રપતિ દ્વારા કરાશે સન્માન  

ખેરાલુમાં બસ ડ્રાઈવર તરીકેની ફરજ બજાવતા 56 વર્ષીય પીરૂભાઈ મીરનું સન્માન રાષ્ટ્રપતિ કરવાના છે. 27 વર્ષની પોતાની ફરજ દરમિયાન તેમણે એક પણ અકસ્માત નથી સર્જ્યો ઉપરાંત એક પણ રજા નથી મૂકી. ઉપરાંત પોતાની સૂઝબૂઝથી બસ ચલાવી અત્યાર સુધીમાં ચાર ટેન્કર જેટલા ડીઝલની બચત કરી છે. ઉપરાંત પીરૂભાઈ વિરૂદ્ધ કોઈ ખાતાકીય તપાસ પણ કરવામાં આવી નથી. તેમની પસંદગી થયા બાદ ખેરાલુ બસ સ્ટેશનમાં આનંદની લાગણી વ્યાપી ઉઠી હતી. 


વફાદારીથી કરવામાં આવેલા કામની થાય છે કદર!

સરકારી બસોના ડ્રાઈવર અનેક વખત એવી રીતે વાહન ચલાવતા હોય છે કે અકસ્માત સર્જાતા હોય છે. અનેક સરકારી કર્મચારીઓ એવા હોય છે કે પોતાની ફરજમાંથી ગુલી મારતા હોય છે. ત્યારે વફાદારી દ્વારા કરવામાં આવેલા કામની કદર થાય છે તે પીરૂભાઈને જોઈને લાગે છે. તે પ્રથમ ડાઈવર છે જેનું સન્માન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે. 18 એપ્રિલે તેમને આ સન્માન આપવામાં આવશે. ફરજને સમર્પિત હોવાને કારણે તેમને પોતાના કાર્યનું ફળ મળ્યું છે.       



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?